બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Abduction of two Mumbai sisters from Vadodara

કાર્યવાહી / મુંબઇની બે બહેનોનું વડોદરામાંથી અપહરણ કર્યાની માહિતી મળતા પોલીસ દોડતી થઇ, અંતે મહેનત રંગ લાવી

Priyakant

Last Updated: 09:54 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Latest News: વડોદરામાંથી મુંબઇની બે બહેનોનું અપહરણની માહિતીથી ખળભળાટ, કંટ્રોલ રૂમે વડોદરા પોલીસને તાત્કાલિક જાણ કરી રાત્રે જ તપાસ શરૂ કરી અને પછી પોલીસ પહોંચી મહીસાગર

Vadodara News: રાજ્યમાં અનેકવાર અપહરણની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે વડોદરાથી જે બનાવ સામે આવ્યો તે ખરેખર ચોંકાવનારો અને પોલીસની કામગીરી પણ કાબિલે તારીફ રહી હતી. વિગતો મુજબ મુંબઈની બે સગી બહેનોના વડોદરાથી અપહરણના મેસેજથી વડોદરા પોલીસ દોડતી હતી. આ તરફ પોલીસ કંટ્રોલ રૂમના મેસેજથી પોલીસ એક્શનમાં આવી અને તપાસ શરૂ કરી.  આ બધાની વચ્ચે દીકરીઓના પિતાના મેસેજથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી બંને બહેનોને મહીસાગર જિલ્લા માંથી શોધી કાઢી હતી.

વધુ વાંચો: PM મોદી આજે વાળીનાથ ધામમાં: કરશે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો મંદિરની ખાસિયત

વડોદરામાંથી મુંબઈની બે બહેનોનું અપહરણ થયાના મેસેજથી જ વડોદરા પોલીસે દોડતી થઈ હતી. આ કેસમાં દીકરીઓના પિતાએ 100 નબર પર ફોન કરી મદદ માગી હતી. જોકે કંટ્રોલ રૂમે વડોદરા પોલીસને રાત્રે જ એલર્ટ કરી દેતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. આ તરફ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે બંને બહેનોનું લોકેશન મેળવ્યું હતું. જે બાદમાં મહીસાગરના કારટા ગામમાંથી બંને બહેનો મળી આવી હતી. મહત્વનું છે કે, લોકેશનના આધારે પોલીસે મહીસાગર પોલીસની મદદ લીધી હતી. આ તરફ હવે સમગ્ર મામલાની મહીસાગર પોલીસે તપાસ શરૂ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ