બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir Khan was caught in the storm in Chennai, the actor was rescued

મનોરંજન / ચેન્નાઇના 'મિચોંગ' વાવાઝોડામાં 24 કલાક સુધી ફસાઇ રહ્યો આમિર ખાન, કરાયું રેસ્ક્યૂ, સામે આવી તસવીરો

Pravin Joshi

Last Updated: 08:11 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત મિચોંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું છે.આ દરમિયાન ચેન્નાઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે બોલિવૂડ એક્ટર આમિર ખાન પણ છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં ફસાયેલા છે. અભિનેતા વિષ્ણુ વિશાલ પણ તેની સાથે છે.

  • ચક્રવાત મિચોંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું 
  • અભિનેતા આમિર ખાન પણ આ ચક્રવાતમાં ફસાયા
  • સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી 
  • ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ આમિર ખાનને બચાવ્યા

ચક્રવાત મિચોંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું છે. આ સમયે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ચેન્નાઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે બોલિવૂડ એક્ટર આમિર ખાન પણ છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં ફસાયેલા છે. અભિનેતા વિષ્ણુ વિશાલ પણ તેની સાથે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ આમિર ખાનને બચાવતો જોવા મળ્યો હતો. આમીરની સાથે એક્ટર વિષ્ણુ વિશાલ પણ આ તોફાનમાં ફસાયા હતા. બંનેને હવે 24 કલાક બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

વિષ્ણુ વિશાલે તોફાનની તસવીરો શેર કરી છે

વિષ્ણુ વિશાલે પોતે પોતાના X એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. આમિર ખાન અને બચાવ વિભાગ સાથેની કેટલીક તસવીરો શેર કરતા વિષ્ણુ વિશાલે કેપ્શનમાં લખ્યું, 'અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર...અને સતત કામ કરી રહેલા તમામ વહીવટી લોકોનો પણ આભાર. ...' તસવીરોમાં આમિર અને વિષ્ણુ બોટમાં બેઠેલા જોવા મળે છે.

સાઉથના સ્ટાર્સે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે

મળતી માહિતી મુજબ, દક્ષિણના કલાકારો સૂર્યા અને કાર્તિએ ચેન્નાઈના લોકોની મદદ માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કલાકારોના ફેન ક્લબ દ્વારા વહેંચવામાં આવશે.

ભયાનક ગતિથી ટકરાશે મિચૌંગ વાવાઝોડું, પાણીમાં ડૂબ્યાં આ રાજ્યો, રમકડાંની જેમ  તણાવા લાગી ગાડીઓ I Cyclone Michaung: 2 dead in Chennai amid heavy rain, no  flights till 11 pm

આ ફિલ્મમાં આમિર ખાન જોવા મળ્યો હતો

આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ હાલતમાં હતી. જે બાદ અભિનેતાએ થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.

chennai rainfall news | Page 5 | VTV Gujarati

પાંચ લોકોના મૃત્યુ, એરપોર્ટ પાણીમાં ડૂબ્યું, ફ્લાઇટ્સ રદ્દ... દક્ષિણના બે  રાજ્યોમાં મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી | cyclone michaung wreaked havoc  tamil nadu ...

સંકળાયેલા મુદ્દાઓ

AamirKhan Chennai Rescued Storm actor storm in Chennai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ