બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / aaj ka mausam weather update today 19 july weather forecast imd up delhi weather

હવામાન / ગુજરાત, યુપી, એમપી અને પૂર્વ રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, તો ક્યાંક એલર્ટ જારી

Dharmishtha

Last Updated: 07:42 AM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMDએ કહ્યું કે આવનારા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થાનો પર ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

  • અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા
  • મધ્ય પ્રદેશના 11 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ
  • પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા 

અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા

ભારત હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતમાં 18-21 જુલાઈ સુધી અને પશ્ચિમી સપાટીય વિસ્તારોમાં 23 જુલાઈ સુધી ભારે વરસાદનો અંદાજો લગાવી શકાય છે.  IMDએ કહ્યું કે આવનારા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થાનો પર ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આનાથી બહાર રહેનારા લોકો અને જાનવરોને નુકશાન થઈ શકે છે. IMDએ કહ્યું કે પશ્ચિમી હિમાલય વિસ્તાર (જમ્મુ - કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્તિસ્તાન અને મુજફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) અને આની સાથે જોડાયેલા ઉત્તર- પશ્ચિમ ભારત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ ઉત્તર ભાગમાં 18થી 21 જુલાઈ સુધી વરસાદ જારી રહેવાની આગાહી છે. આ બાદ આ વિસ્તારોમાં વરસાદ ધીમો પડશે.

પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા 

ઉત્તરાખંડમાં 18 અને 19 જુલાઈને તથા ઉત્તર પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગના કેટલાક સ્થાનો પર 19 જુલાઈએ અતિ વર્ષાનો અંદાજો છે. દિલ્હી અને ચંદીગઢમાં 18થી 10 જુલાઈએ છુટા છવાયા સ્થાનો પર ભારે વરસાદની સંભાવના છે. મૌસમ વિભાગે કહ્યું કે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. આવનારા 5-6 દિવસ દરમિયાન પશ્ચિમ તટ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે સોમવારે દિલ્હીમાં છુટક છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. વિભાગે સોમવારે ન્યૂનતમ અને વધારે તાપમાન ક્રમશઃ 25થી 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજો છે.

મધ્ય પ્રદેશના 11 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ

IMDએ આવનારા 24 કલાકમાં મધ્ય પ્રદેશના 11 જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરતા ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત IMDના પ્રદેશને નૌ સંભાગના જિલ્લામાં ગર્જના અને વીજળી પડવાની શક્યતા સાથે યલો એલર્ટ જારી કર્યુ છે. IMD ભોપાલ કાર્યાલયના વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિક પી. કે સાહાએ રવિવારે આની જાણકારી પીટીઆઈ-ભાષાને આપતા કહ્યું કે આ બન્ને યલો એલર્ટ રવિવારે બપોરે 12.30 વાગ્યાથી સોમવારે બપોરે 12.30 વાગ્યા દરમિયાન  રહેશે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Weather weather Forecast આગાહી વરસાદ Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ