બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Aadhaar Number Not Mandatory For Electoral Rolls, Will Make Changes In Forms To Enrol New Voters: ECI Tells Supreme

સુપ્રીમને કરી જાણ / નવા ચૂંટણી કાર્ડની નોંધણી માટે આધાર નંબર જરુરી નથી, વોટર્સ ફોર્મમાં સુધારો કરાશે- ચૂંટણી પંચ

Hiralal

Last Updated: 03:53 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એવું જણાવ્યું છે કે નવા ચૂંટણી કાર્ડની નોંધણી માટે આધાર નંબર જરુરી નથી.

  • વોટર આઈડી રજિસ્ટ્રેશન માટે આધાર નંબરની જરુર નથી
  • આધાર વગર પણ વોટર આઈડી રજિસ્ટ્રેશન થઈ શકશે
  • ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કરી જાણ 

હાલમાં વોટર આઈડી રજિસ્ટ્રેશન માટે આધાર નંબરની જરુર પડે છે પરંતુ હવે આગામી સમયમાં તેનો ઉપયોગ ન પણ કરી શકાય તેવું બન્યું છે. હકીકતમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ આપીને જણાવ્યું છે કે ચૂંટણી પંચ ફોર્મ 6 અને 6બી (ઇ-રોલમાં નોંધણી માટે) માં જરુરી સુધારા વધારા કરશે જેને કારણે વોટર આઈડી રજિસ્ટ્રેશન માટે આધાર નંબરની જરુર નહીં પડે. ઉલ્લેખનીય છે કે ફોર્મ 6 અને 6બીમાં વોટર આઈડી રજિસ્ટ્રેશન માટે આધાર નંબર આપવો ફરજિયાત છે. આ અરજી તેલંગાણા પ્રદેશ સમિતિના વરિષ્ઠ એડવોકેટ જી. નિરંજને દાખલ કરી હતી.

ચૂંટણી પંચે સુપ્રીમમાં શું કરી રજૂઆત 

ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સુકુમાર પટજોશીએ સુપ્રીમની ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની બનેલી ડિવિઝન બેંચને કહ્યું હતું કે મતદારોની નોંધણી (સુધારા) નિયમો 2022 ના નિયમ 26-બી હેઠળ આધાર નંબર રજૂ કરવો ફરજિયાત નથી. ઈરોલમાં નોંધણી માટે ઇસીઆઈ ફોર્મના ફોર્મ 6 (નવા મતદારો માટે અરજીપત્ર) અને ફોર્મ 6બી (મતદાર યાદી પ્રમાણભૂતતાના હેતુસર આધાર નંબર માહિતીનો પત્ર)ના મુદ્દાઓ તરફ ધ્યાન દોરતી અરજીમાં આ બાંહેધરી આપવામાં આવી હતી. મતદાર યાદીને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં આશરે 66,23,00,000 આધાર નંબર અપલોડ થઈ ચૂક્યા છે. મતદાર નોંધણી (સુધારા) નિયમો 2022 ના નિયમ 26-બી હેઠળ આધાર નંબર સબમિટ કરવો ફરજિયાત નથી. આથી ચૂંટણી પંચ તે હેતુસર રજૂ કરેલા ફોર્મમાં યોગ્ય સ્પષ્ટતા ફેરફારો જારી કરવા વિચારણા કરી રહ્યું છે.

જૂન 2022માં સરકારે મતદાર નોંધણી નિયમોમાં કર્યાં હતા સુધારા 
કેન્દ્ર સરકાર દ્વારા જૂન 2022માં ચૂંટણી ઓળખકાર્ડ સાથે આધાર નંબરને જોડવા માટે મતદાર નોંધણી (સુધારા) નિયમો 2022 ને સૂચિત કરવામાં આવ્યા હતા. ફોર્મ 6બી એ એપ્લિકેશન ફોર્મ છે, જેના દ્વારા મતદાતા મતદાર યાદી પ્રમાણીકરણના હેતુથી આધાર નંબરની માહિતી આપી શકે છે. આ નિયમો ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021 મુજબ બનાવવામાં આવ્યા હતા, જેમાં આધાર અને મતદાર કાર્ડને સ્વૈચ્છિક રીતે લિંક કરવાની જોગવાઈ છે. કાયદા અનુસાર આધારને વોટર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. ચૂંટણી કાયદા (સંશોધન) બિલ, 2021 અને મતદાર નોંધણી (સુધારા) નિયમો 2022 ને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ