બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A young man from Ahmednagar gets married after falling in love with a Chinese girl

અનોખી પ્રેમ કહાની / ડ્રેગનની છોકરી સાથે સાત ફેરા: મહારાષ્ટ્રનો યુવક ચીનથી દુલ્હનિયા લાવ્યો, હિન્દુ રીતરિવાજે લગ્ન, પ્રેમ કહાની પિકચર બને એવી

Kishor

Last Updated: 12:03 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના એક યોગ સેન્ટરમાં ટ્રેનરના આસિસ્ટન્ટ તરીકે કામ કરતી શાન યાન ચાંગ નામની યુવતીને મહારાષ્ટ્રના યુવક રાહુલ હાંડે સાથે પ્રેમ થયા બાદ બનેએ લગ્ન કરી કીધા છે.

  • અહમદનગરમાં સાત સમંદર પાર પ્રેમનો અનોખો કિસ્સો
  • ચીનની યુવતીને મહારાષ્ટ્રના યુવક સાથે થયો પ્રેમ  
  • વતનમાં આવીને બંનેએ કર્યા હિન્દૂ રિવાજ મુજબ લગ્ન

અહમદનગરમાં સાત સમંદર પાર પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચીનના એક યોગ સેન્ટરમાં ટ્રેનરના આસિસ્ટન્ટ તરીકે કામ કરતી શાન યાન ચાંગ નામની યુવતી મહારાષ્ટ્રના યુવક રાહુલ હાંડેના પ્રેમમાં પડી ગઈ હતી. પ્રેમનો એવો સંયોગ થયો કે ચીનની આ યુવતી લગ્ન માટે મહારાષ્ટ્રના અહમદનગરમાં પહોંચી ગઈ હતી અને જ્યાં શાન યાન ચાંગ અને રાહુલ પરિવારજનોની હાજરીમાં હિન્દુ રીત રિવાજ મુજબ લગ્નના તાંતણે બંધાવ્યા હતા.

A young man from Ahmednagar gets married after falling in love with a Chinese girl

વતનમાં હિન્દૂ રિવાજ મુજબ લગ્ન 
કોરોના કાળ દરમિયાન શાન યાન ચાંગ અને રાહુલ વચ્ચે પ્રેમ પાંગળ્યા બાદ આ લવ સ્ટોરી આગળ વધતી ગઈ અને હવે તે લગ્નમાં બદલાઈ છે. અહમદનગર જિલ્લાના ભોજદારીમાં રહેતો રાહુલ હાંડે યોગ શિખવા અને નોકરીની શોધમાં ચીનમાં ગયો હતો. આ દરમિયાન યોગ ક્લાસીસમાં નોકરી કરતી અને યોગ શીખવતી વખતે શાન યાન ચાંગ સાથે મિત્રતા થઈ ગઈ હતી. બંનેની મિત્રતા 2017 મા શરૂ થઈ હતી. બાદમાં અજાણ્યાં શહેરમા શાન યાન ચાંગ નામની યુવતીએ તેનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. જેથી યુવાને યુવતીનો સ્વભાવ પસંદ આવ્યો હતો. બાદમાં તે પ્રેમમાં બદલી ગઈ હતી. બન્નેને એક બીજાના સ્વભાવ સમજાતા બંને જીવનભર સાથે રહેવાનું નક્કી કર્યું આથી ચીનના રજીસ્ટર લગ્ન કરી લીધા હાલ પોતાના વતનમાં હિન્દૂ રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.

A young man from Ahmednagar gets married after falling in love with a Chinese girl

લગ્ન બાદ વધુ એક વખત ચીન જવા રવાના થશે

મહત્વનું છે કે ચીનમાં માત્ર 15 જ મિનિટમાં લગ્ન થાય છે. જ્યારે ભારતમાં લગ્નની વિધિ પાંચ પાંચ દિવસ ચાલતી હોવાથી શાને આવી વિધિ ક્યારેય જોઈ ન હતી. ત્યારે પતિના વતનમાં હલ્દી સહિતની વિધિને નિહાળી શાન ચાંગે અભિભૂત થઈ ગઈ હતી. વધુમાં કુદરતી વાતાવરણ જોઈ અને તે પ્રફુલિત થઈ ગઈ હતી. રાહુલના પરિવારજનોએ જણાવ્યું કે સૌપ્રથમ જ્યારે રાહુલે ચીનની યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અમને અજુગતું લાગ્યું હતું અને પરદેશની વહુ અહીંની પરંપરાને અપનાવશે કે કેમ? તેમને વાતાવરણ માફક આવશે કે કેમ? તે અંગેના અનેક સવાલો હતા. પરંતુ લગ્ન બાદ હવે પુત્રવધુ તમામ પરંપરા અને સંસ્કૃતિને અપનાવી રહી છે. આથી અમને ગર્વ છે કે અમારા પુત્રના લગ્ન ચીનની છોકરી સાથે થયા છે. નોંધનીય છે કે અહમદનગર પંથકમા રહેતો રાહુલ કેટલાક સમયથી ચીનમાં યોગ ટીચર તરીકે સેવા આપે છે. જે લગ્ન બાદ વધુ એક વખત ચીન જવા રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ