બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A young man and a young woman jumped into the Narmada canal near Kapdvanj
Malay
Last Updated: 11:45 AM, 20 April 2023
ADVERTISEMENT
રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. નવ યુવાનો એક તરફી પ્રેમમાં હત્યા, પ્રેમમાં નાકામ થતા આપઘાતનો માર્ગ અપનાવે છે. આપઘાત એ કોઇ સમસ્યાનો અંતિમ ઉકેલ નથી. નાની અમથી વાતમાં ખોટુ લાગી જતા મોતને વ્હાલુ કરી દે છે. માં-બાપ અને પરિવારની પરવાહ કર્યા વિના જ જીવન ટૂંકાવી દેવાના બનાવો બની રહ્યા છે. કોણ જાણે કેવી રીતે આપઘાત કરવાનો જીવ ચાલતો હશે. ત્યારે ખેડા જિલ્લાના નાની મૂડેલ ગામના પ્રેમી યુગલે નર્મદા નહેરમાં પડતું મુકતા ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
યુવક-યુવતીએ મોતની છલાંગ લગાવી
ખેડા જિલ્લાના કપડવંજના આંત્રોલી ગામ પાસે આવેલી નર્મદા નહેરમાં યુવક યુવતીએ મોતની છલાંગ લગાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. નાની મૂડેલ ગામના યુવક અને યુવતીએ નર્મદા નહેરમાં છલાંગ લગાવતા મોટી સંખ્યામાં રાહદારીઓના ટોળે ટાળા એકઠા થયા હતા. આ અંગેની જાણ પોલીસને કરાતા આતરસુંબા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
યુવકનો મળી આવ્યો મૃતદેહ
પોલીસની હાજરીમાં સ્થાનિક તરવૈયાની ટીમે નહેરમાં શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, યુવતીનો મૃતદેહ હજુ સુધી મળી આવ્યો નથી. હજુ પણ તરવૈયાની ટીમ નહેરમાં યુવતીના મૃતદેહને શોધી રહી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આતરસુંબા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આતરસુંબા પોલીસની ટીમ આ મામલે યુવક-યુવતીના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.