બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / | A woman sells liquor near Khokhaldal in Rajkot

કહેવાતી દારૂબંધી / પોલીસ છે ખરી.! રાજકોટમાં ખોખળદળ પાસે બેરોકટોક મહિલા જ કરે છે દારૂનું વેંચાણ, જુઓ Video

Kishor

Last Updated: 07:20 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ખોખળદળ નજીક મહિલા દૂધની માફક ખુલ્લેઆમ દારૂ વેચતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને રાજકોટ પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે.

 

  • રાજકોટ પોલીસની આંખ ઉઘાડનાર વીડિયો
  • મહિલા ખુલ્લેઆમ વેચી રહી છે દારૂ 
  • ખોખળદળ પાસેના બેઠા પુલ નજીકનો વીડિયો

ગુજરાતમાં કહેવાતી વચ્ચે બેફામ દારૂ વેંચાઈ છે અને પીવાઈ છે. જેના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ આજ સુધી છાનેખૂણે વેંચાતો દારૂ હવે ખુલ્લે આમ વેંચાવા લાગે ત્યારે પોલીસની આબરૂ અને અસ્તિત્વ સામે સવાલો ઉભા થાય છે. આવા જ એક દારૂના વેંચાણનો બોલતા પુરાવારૂપ વીડિયો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટ પોલીસની આંખ ઉઘાડનાર આ વીડિયોમાં એક મહિલા ખુલે આમ દારૂનું વેચાણ કરતી નજરે પડી રહી છે. આ કથિત વીડિયો રાજકોટના ખોખળદળ પાસેનો હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

કોઈના પણ ડર વગર દારૂનું વેચાણ

રાજકોટ પોલીસ જ દારૂના દુષણને પોષણ આપતી હોવાના અગાઉ અનેક આક્ષેપો થાય છે. વધુમાં દારૂના વેચાણ મામલે રાજકોટ શહેરમાથી જ ભૂતકાળમાં અનેક વીડિયો પણ વાયરલ થયા હતા. પણ પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલાઓ સામે આકરું વલણ ન દાખવ્યું અને વીડિયોની કોઈ દરકાર ન લેતા આ દૂષણ હવે ભારે વકર્યું છે. રાજકોટ નજીક આવેલા ખોખળદળ પાસેના બેઠા પુલ નજીકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા કોઈના પણ ડર વગર દારૂનું વેચાણ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ મહિલાનું નામ મુક્તાબેન હોવાનું સામે આવ્યું છે. 

દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સો સામે આકરી કાર્યવાહીની માંગ

ત્યારે આ મામલે પોલીસે ગંભીરતા દાખવવી જોઈએ અને બે-પાંચ દારૂની બોટલનો મુદામાલ ઝડપી લીધા બાદ માધ્યમોમાં પ્રેસનોટ છપાવી પ્રસિદ્ધિ મેળવતી પોલીસે આ ગંભીર મામલે તપાસના ચક્રો ગતિમાન કરી અને દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ. તેવું વિસ્તારવાસીઓ માની રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ