બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A wife fed up with her husband filed a complaint in Ahmedabad

હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો / અમદાવાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં પતિથી કંટાળી પત્ની, સસરાએ કહ્યું- બજારમાં તારો રૂ.1000 પણ ભાવ ન આવે

Malay

Last Updated: 03:39 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર વિકૃત પતિ વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી, સસરાએ કહ્યું, ‘તું મારા દીકરાને લાયક જ નથી, તને બજારમાં ઊભી રાખીએ તો તારો 1000 રૂપિયા પણ ભાવ ન આવે’

 

  • યુવકની હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે
  • સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર પતિ વિરુદ્ધ ફરિયાદ
  •  માતા-પિતાની મરજી વિરુદ્ધ 2019માં બંનેએ કર્યા હતા કોર્ટ મેરેજ

વિદેશ રહેતા ધનાઢ્ય પરિવારના એક યુવકની હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો શહેરના પોશ એવા સેટેલાઇટ વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ ઘટનાની વિગતો એવી છે કે આ વિકૃત યુવક તેની પત્ની સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. પત્ની તેની આ વાત ન માને તો તેની સાથે મારઝૂડ પણ કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ તેના પતિ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.     

પ્રતિકાત્મક તસવીર

માતા-પિતાની મરજી વિરુદ્ધ યુવતી સાથે કર્યા હતા લગ્ન
મૂળ હરિયાણાની અને શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી સીમા (તમામ પાત્રોના નામ બદલ્યા છે) તેના ભાઇ સાથે રહે છે. વર્ષ 2016માં સીમા સમીરને બેંગલુરુ ખાતે કોમન મિત્ર મારફતે મળી હતી. સમીર ઓસ્ટ્રેલિયા ખાતે જતો રહ્યો હતો. જેથી બંને વચ્ચે સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હતી. બાદમાં તે ભારત પરત આવતાં બંને વધુ નજીક આવ્યાં હતાં અને તેઓ લિવ-ઇનમાં રહેવાં લાગ્યાં હતાં. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પણ સીમા અગાઉ પરણેલી હોવાથી સમીરે તેના માતા-પિતાની મરજી વિરુદ્ધ 2019માં  સીમા સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં.

સસરા આપતા હતા ત્રાસ
સીમાનાં સાસુ-સસરાને આ લગ્ન બાબતે જાણ થતાં તેઓ અમદાવાદ રહેવા આવી ગયાં હતાં. સસરા અવારનવાર પુત્ર સમીરને ચઢાવતા હતા. સસરા સીમાને ત્રાસ આપતા કહેતા હતા કે,‘તું મારા દીકરાને લાયક જ નથી અને તું ખૂબ જ કદરૂપી છે. તને બજારમાં ઊભી રાખીએ તો તારો 1000 રૂપિયા ૫ણ ભાવ ન આવે.’ 

છૂટાછેડા આપવાની ધમકી પણ આપતો હતો સમી
સમીર લગ્નની શરૂઆતથી સીમા પાસે અવારનવાર અકુદરતી શારીરિક સંબંધની માંગણી કરતો અને જબરદસ્તી પણ કરતો હતો. સીમાનાં આ બીજાં લગ્ન હોવાથી તે આ બધું સહન કરતી હતી. સમીર છૂટાછેડા આપવાની ધમકી પણ આપતો હતો. થોડાં વર્ષ બાદ બંને ઓસ્ટ્રેલિયા જતાં રહ્યાં હતાં. ત્યાં જઈને પણ સમીર સુધર્યો ન હતો.

સેટેલાઈટ પોલીસ સ્ટેશન

થોડા મહિના પહેલા સમીરે મોકલી હતી નોટિસ
સમીરના અત્યાચાર બાબતે સીમાએ તેનાં સાસુ-સસરાને વાત કરતાં સસરાએ કહ્યું હતું કે, તારી સાથે આવું વર્તન તો શરૂઆતથી જ થવું જોઇતું હતું. થોડા મહિના પહેલાં સમીરે છૂટાછેડા માટે નોટિસ પણ મોકલી હતી. જેથી સીમાને આઘાત લાગ્યો અને બાદમાં તેની ઈમિગ્રેશન ફાઇલમાંથી સ્પોન્સરશિપ પણ પરત લઇ લેતાં તે પરદેશમાં આધાર વગર એકલી પડી ગઇ અને સરકારની મદદ લઈને તેને ભારત પરત આવવું પડ્યું હતું.

યુવતીએ નોંધાવી ફરિયાદ
સીમાએ સમાધાનની કોશિશ કરી હતી. સમીરે તેને અવારનવાર ઓસ્ટ્રેલિયા લઇ જશે તેમ કહ્યું હતું. બાદમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરેલી નોટિસ મળતાં સીમાને આઘાત લાગતાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી. આખરે સીમાએ પોતાના માતા-પિતા સાથે વાતચીત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ