બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A warning to gangsters in Gehlot's yogi style

નિવેદન / ગેહલોતની યોગી સ્ટાઇલમાં ગેંગસ્ટરોને ચેતવણી: 'કાં તો તેઓ ખુદ સરેન્ડર કરી દે, નહીં તો....'

Priyakant

Last Updated: 03:26 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ashok Gehlot : રાજસ્થાનનાં  મુખ્યમંત્રી અશોક ગેહલોતે UPનાં CM આદિત્યનાથ યોગીની સ્ટાઈલમાં રાજસ્થાનના માફિયાઓ અને ગુંડાઓને ચેતવણી આપી

  • UPનાં CM યોગી આદિત્યનાથની સ્ટાઈલમાં માફિયાઓ અને ગુંડાઓને ચેતવણી
  • રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે માફિયા-ગુંડાઓને આપી ચેતવણી 
  • શરણાગતિ સ્વીકારો તો સારું નહીં તો નાશ પામશો: અશોક ગેહલોત 

ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં બનેલ અતીક-અશરફ હત્યા કેસ અને માફિયા અતીકનાં પુત્રનું એન્કાઉન્ટર કેસ પહેલા જ મુખ્યમંત્રી યોગીએ પણ ચેતવણી આપી હતી. આ તરફ હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આવી જ ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે UPનાં CM યોગી આદિત્યનાથની સ્ટાઈલમાં રાજસ્થાનના માફિયાઓ અને ગુંડાઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે, બદમાશો લાંબા સમય સુધી પોલીસથી દૂર રહી શકતા નથી. શરણાગતિ સ્વીકારો તો સારું નહીં તો તેઓ નાશ પામશે.

રાજસ્થાનના CM અશોક ગેહલોત રવિવારે સવારે રાજસ્થાન પોલીસ સ્થાપના દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન પોલીસે જે રીતે છેલ્લા દોઢ મહિનામાં બદમાશોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, તેનાથી બદમાશોમાં પોલીસનો ભય ફેલાયો છે. રાજસ્થાન એક શાંતિપૂર્ણ સ્થળ છે. અહીં અપરાધ ખૂબ ઓછા છે. અમારો હેતુ રાજ્યને ગુનામુક્ત બનાવવાનો છે. 

 

અશોક ગેહલોતે કહ્યું કે, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ દિવસોમાં પોલીસની કાર્યવાહી બાદ બદમાશો સોશિયલ મીડિયા પર માફી માંગતા વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. આ પહેલીવાર જોવા મળ્યું. ગેહલોતે કહ્યું- રાજસ્થાન પોલીસ 'ઝૂકેગી નહીં'ની તર્જ પર કામ કરી રહી છે. જેના કારણે બદમાશો ફરાર થઈ ગયા છે. જો બદમાશો પ્રત્યે પોલીસનું વલણ આવું જ રહેશે તો બદમાશોએ ગુનો કરતા પહેલા 100 વાર વિચારવું પડશે. રાજ્યને સંપૂર્ણ રીતે ગુનામુક્ત બનાવવા પોલીસ તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ