બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A video of an elevator of Ambani's Jio Convention Center goes viral

ગજબ / મુકેશ અંબાણીની આ લિફ્ટ જોઈ થઈ જશો ચક્તિ, ભવ્ય લિફ્ટનો વિડિયો થયો વાયરલ

Dinesh

Last Updated: 05:32 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિડિયોમાં વ્યક્તિ અંબાણીના જિયો કન્વેંશન સેન્ટરની એક લિફ્ટમાં છે, જે કહી રહ્યો છે કે મુંબઈ જેવા શહેરમાં લોકોના ઘરમાં સોફા રાખવાની જગ્યા હોતી નથી પરંતુ અંબાણીજીની લીફ્ટમાં સોફો છે

  • સોરાબ બેદી નામના ઈન્સ્ટાહેન્ડલ પર એક વિડિયો ધૂમ મચાવી રહ્યો છે
  • અંબાણીના જિયો કન્વેંશન સેન્ટરની એક લિફ્ટનો વિડિયો વાયરલ
  • મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જિયો વર્લ્ડ સેન્ટર આવેલું છે


મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નામને કોઈ ઓળખાણની જરૂર નથી.  દેશમાં કોઈ શ્રીમંત બનવાનું સપનું જોતાં હશે તો મુકેશ અંબાણી જ જેવા રૂપિયાવાળા બનવું તેવું વિચારશે. ભગવાન પાસે પ્રાર્થના કરતાં હશે કે મને મુકેશ અંબાણી જેટલા ધનિક બનાવો. કારણ કે અંબાણી કુટુંબની લાઈફસ્ટાઈલ. અંબાણીનું ઘર એન્ટિલિયા હોય કે એમની ઑફિસ. દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં સ્થાન ધરાવતાં મુકેશ અંબાણીની નાની નાની વસ્તુઓ પણ એક સામાન્ય વ્યક્તિ માટે જાણે કે સપનું જ છે. 

મુકેશ અંબાણીની આ 1 આદતથી નાખુશ છે પત્ની નીતા અંબાણી, ઝડપથી ઈચ્છે છે બદલાવ |  reliance cmd mukesh ambani this is on thing nita ambani wants to change in  her husband

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં આ વ્યક્તિ અંબાણીના જિયો કન્વેંશન સેન્ટરની એક લિફ્ટમાં છે. જે કહી રહ્યો છે કે ‘’મુંબઈ જેવા શહેરમાં લોકોના ઘરમાં સોફા રાખવાની જગ્યા હોતી નથી. પરંતુ અંબાણીજીની લીફ્ટમાં સોફો છે. લોકો ઘરમાં ઝૂમ્મર રાખવાનો શોખ રાખતા હોય છે અહીં તો લીફ્ટમાં પણ ઝૂમ્મર છે.’’   લિફ્ટમાં વિડિયો શૂટ કરતાં કરતાં જ વ્યક્તિ કહી રહ્યો છે કે અંબાણીજી લિફ્ટ જેવડું ઘર મને ગીફ્ટ કરી આપો. સોરાબ બેદી નામના ઈન્સ્ટાહેન્ડલ પર આ વિડિયો ધૂમ મચાવી રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર આ શખ્સનો વિડિયો જબરદસ્ત વાયરલ થયો છે. આ વિડિયો પર લોકો કોમેન્ટ પણ ખૂબ કરી રહ્યા છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જિયો વર્લ્ડ સેન્ટર આવ્યું છે જેને દેશનું સૌથી મોટું કન્વેંશન સેન્ટર માનવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ