બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A teacher was caught drunk in a school in Mahisagar

ઘડતર..! / નશામાં શિક્ષક, ગોથાં ખાતું શિક્ષણ.! મહીસાગર શિક્ષણાધિકારીની સરપ્રાઈઝ વિઝિટમાં ગુરુ રંગેહાથ ઝડપાયા, ગાડી સીધી પોલીસ સ્ટેશન ગઈ

Dinesh

Last Updated: 06:46 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે, કડાણા તાલુકાની વાછલાવાડ પ્રાથમિક શાળાના આચાર્ય નશાની હાલતમાં જિલ્લા શિક્ષણાધિકારીના હાથે ઝડપાતા ફરિયાદ નોંધાઇ છે.

  • મહીસાગરની શાળામાં નશાની હાલતમાં શિક્ષક ઝડપાયો
  • શિક્ષક જ નશો કરેલા હોય તો બાળકોને શુ ભણાવશે ?
  • જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી


બાળકના જીવન ઘડતરમાં માતા-પિતાનું જેટલું મહત્વ હોય છે તેટલું જ કદાચ તેને ભણાવતા શિક્ષકનું પણ હોય છે. આપણે ત્યાં શિક્ષકને એક ઉચ્ચ સ્થાને ગણવામાં આવે છે અને તેમને ગુરુ પણ કહેવાય છે પરંતુ ગુરુ જ ગેનમાં હોય તો ? મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શાળાના શિક્ષક જે પોતે ત્યાંના આચાર્ય પણ છે જેઓ શનિવારના રોજ શાળામાં નશો કરીને આવ્યા અને જિલ્લા શિક્ષણાધિકારીએ તેમને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. સ્કૂલમાં તપાસમાં આવેલ અધિકારીએ ડોક્યુમેન્ટ દસ્તાવેજ માગ્યા પણ શિક્ષકને કઈ ખ્યાલ જ ન આવ્યો એટલે એમને શંકા ગઈ કે નક્કી આ ફૂલ નશાની હાલતમાં છે. પછી શિક્ષણાધિકારીએ તેમની સરકારી ગાડીમાં બેસાડ્યા અને લઈ ગયા સીધા પોલીસ સ્ટેશનમાં અને ત્યાં જઈ તેમના વિરુદ્ધમાં એફ.આઈ.આર નોધાવી હતી. 

આચાર્ય  સરદાર માલિવાડ

શાળાનો આચાર્ય નશાની હાલતમાં ઝડપાયો
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં શનિવારના દિવસે મહીસાગર શિક્ષણાધિકારી ડો.અવનીબા મોરી તાપસ અર્થે નીકળ્યા હતા. જ્યાં તેઓએ ત્રણ શાળામાં તાપસ કર્યા બાદ ચોથી વાછલાવાડા પ્રાથમિક શાળામાં પોહચ્યા ત્યારે ત્યાં ફરજ પરના શિક્ષક અને પોતે આચાર્યનો હોદ્દો સાંભળતા મુખ્ય શિક્ષક સરદાર માલિવાડ ગ્રાઉન્ડમાં જોવા મળ્યા અને તેમનો ચહેરો જોતા જ શિક્ષણાધિકારીને થોડી શંકા ગઈ કે, આમને કંઈક નશો કરેલો છે, શિક્ષાધિકારી શાળામાં જઈ એમની પૂછપરછ કરી એમની પાસે અલગ અલગ ડોક્યુમેન્ટ, દસ્તાવેજો માગ્યા પરંતુ અમનેએ ખ્યાલ જ આવતો ન હતો. અધિકારીને શંકા થોડી વધુ દ્રઢ બનતા તેમજ શાળામાં જે વુધાર્થીઓ હાજર હતા તે પણ ખૂબ ઓછા જણાઈ આવ્યા અને ઓનલાઈન જે હાજરી ભરેલી હતી તે પણ એમણે સાચી ભરી ન હતી. બેદરકારી જણાઈ એટલે વધારે પ્રશ્નો પૂછતાં શિક્ષક મુંજાયો હતો તે પછી તરત તેમને અધિકારીએ એમની સરકારી ગાડીમાં બેસાડી ડિટવાસ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને આચાર્ય વિરુદ્ધ ફરજ દરમિયાન કેફીપીણું પીને નશો કરેલ હાલતમાં મળી આવ્યા સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારી શાળાના શિક્ષણ પર મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આવી શાળાના શિક્ષકો શાળામાં પોતાની ફરજ દરમિયાન નશો કરીને આવતા તે તમામ દાવાઓ પર સવાલ ઉદભવી રહ્યા છે. સરકારી શાળાની આવી દશા ? શિક્ષક જ ખુદ નશો કરીને શાળામાં આવે તો બાળકોના ભવિષ્યનું શુ ?

શિક્ષણાધિકારી શું કહ્યું ?
સમગ્ર મામલે મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરી જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની શાળાઓની તપાસણી માટે નીકળ્યા હતા જેમાં ત્રણ શાળા બાદ ચોથી શાળાની તાપસ માટે વાછલાવાડા પ્રાથમિક શાળામાં જ્યારે પોહચ્યા ત્યારે ત્યાંના આચાર્ય અમને ગ્રાઉન્ડમાં જોવા મળેલા તેનો ચહેરો જોતા જ અમોને થોડી શંકા જણાઈ કે, એમણે કંઈક નશો કરેલો હોય એવી શંકા અમને લાગી એટલા માટે અમોએ અંદર જઈ એમની પૂછપરછ કરી પછી એમની પાસે અલગ અલગ ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજો માગ્યા પરંતુ એમને એ ખ્યાલ આવતો ન હતો, શુ માગી રહ્યા છે. એટલે અમારી શંકા થોડી વધુ દ્રઢ બની સાથે સાથે શાળામાં જે વિધાર્થીઓ હજાર હતા તે પણ ખૂબ ઓછા જણાયા અને ઓનલાઇન જે હાજરી ભરેલી હતી તે પણ એમને સાચી એમણે ભરી ન હતી. તેમણે વધુમાં કહ્યું કે, અમે શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ ગયેલા અને ત્યાં આચાર્ય વિરુદ્ધમાં અમે એફઆઈઆર દર્જ કરાવી છે. તેમણે કહ્યું કે, મેડિકલ ચેકઅપ પણ થઈ ગયેલું છે. મેડિકલનો રિપોર્ટ આવશે આ બન્ને રિપોર્ટના આધારે આગળ એમની તાપસ કરી ગુનો દાખલ કરવામાં આવશે. 

જિલ્લા શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ