બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / A student who reached Surat safely said: 'News of grandfather's death was received but Polish border was closed ...'

આપવીતી / સુરક્ષિત સુરત પહોંચેલી વિદ્યાર્થીનીની આપવીતીઃ 'દાદાના અવસાન સમાચાર મળ્યા પણ પોલેન્ડની બોર્ડર બંધ હતી...'

Mehul

Last Updated: 06:42 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિ દરમિયાન  યુક્રેનમાં ફસાયેલી સાયણ ની વિદ્યાર્થીની ઍ વતન પહોચી પોતાની આપવીતી જણાવતા પ્રધાનમંત્રીનો આભાર માન્યો. પાકિસ્તાની વિદ્યાર્થીઓની પણ પ્રસંશા

  • સુરતના ઓલપાડ-સાયણની વિધાર્થીનીની આપવીતી 
  • યુક્રેનમાં ફસાઈ,પોલેન્ડ બોર્ડર બંધ હોવાથી હાલાકી 
  • પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ ગંગા મિશનને આવકાર્યું 

 યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિ દરમિયાન  યુક્રેનમાં ફસાયેલી સાયણ ની વિદ્યાર્થીની ઍ વતન પહોચી પોતાની આપવીતી જણાવતા પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તો બીજી તરફ ભારત સરકારની વિદ્યાર્થીઓને લઈ કરેલી ચિંતા, ને પાકિસ્તાની વિદ્યાર્થીઓઍ  પણ કરી પ્રસંશા  દેશનો પ્રધાન મોદી જેવો હોવો જોઈએ

ઓલપાડ તાલુકાના સાયણ, સરોલી, કિમ અને કઠોદરા ગામથી  યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓ પેકી સરોલી અને સાયણ ગામની વિધ્યાર્થીનીઓ  સુરક્ષિત પોતાના વતન પહોચી  હતી. ઓપરેશન ગંગા મિશન હેઠળ વતન સુરક્ષિત આવેલી  સાયણ ની વિધ્યાર્થીની  પોતાની આપવીતી  જણાવી હતી  ઍક તરફ પોતાના દાદાના અવસાનના સમાચાર અને બીજી તરફ પોલેન્ડ બોર્ડર બંધ થઇ ગઈ ઍ રાત્રે હિંમત રાખ્યા વગર સાથે મિત્રોનું લિસ્ટ બનાવી ભારત એમ્બેસી ના સતત સંપર્કમાં રહી માહિતી આપતી રહી હતી. અત્યન્ત નાજુક પરિસ્થિતિ માં સુરક્ષિત ઘરે આવી તેનો શ્રેય વિધ્યાર્થીની પ્રધાન મંત્રી મોદીને આપી રહી છે. યુક્રેન, રશિયા અને પોલેન્ડ આર્મીના જવાનો ભારતના વિધ્યાર્થી ઓ સાથે સારુ વર્તન કરતા હતાં એનું કારણ ભારતનું સ્ટ્રોંગ પ્રતિનિધિત્વ કરતા મોદી ના કારણે શક્ય બન્યું.. પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ પ્રધાન મંત્રીના ઓપરેશન  ગંગા મિશનને આવકાર્યું હતું

 

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે પરિવાર ચિંતા માં છે. ત્યારે સાયણની  દીકરી પોલેન્ડ બોર્ડર પર પોહચી અને તેનો સંપર્ક કપાઈ જતા માતા ઍ પોતાની દીકરીની રક્ષા સાથે ઘરે હેમખેમ પોહચે એવી પ્રાથના કરતા રહ્યા હતાં. જયારે સાયણ ની દીકરી પોતાના ઘરે સુરક્ષિત આવી ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ હતો. ઘરે આવ્યા બાદ આજે પોતાની સાથેના સાથી મિત્રો સાથે વિડીયો કોલ પર ખબર અંતર પૂછયા હતા હિમલ ની સાથેના સાથી મિત્રો આજે પ્લેન મા ભારત પરત આવી રહયા છે ત્યારે હિમલે દરેક મીત્રોને શુભકામના પાઠવી હતી સાયણ ગામના મહિલા સરપંચે દીકરીને શુભેચ્છા પાઠવી હિંમત ને બિરદાવી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ