બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A steel glass was found in the stomach of a 50-year-old man! even the doctors were surprised to see!

VIDEO / 50 વર્ષનાં વૃદ્ધનાં પેટમાંથી મળ્યો સ્ટીલનો ગ્લાસ! કહ્યું, લોકોએ દારૂ પીવડાવીને પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધેલો

Megha

Last Updated: 11:00 AM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિડીયો ટ્વિટર પર વાયરલ થયો છે જેમાં ડૉક્ટર ઓપરેશન કરતાં સમયે દર્દીના પેટમાંથી ગ્લાસ બહાર કાઢતા નજર આવી રહ્યા છે.

  • જોનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • દર્દીના પેટમાંથી ઓપરેશન કરીને સ્ટીલનો એક મોટો ગ્લાસ બહાર કાઢ્યાનો દાવો
  • ઓપરેશનનો વિડીયો ડોક્ટરે તેના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો

ઉતરપ્રદેશના જોનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડૉક્ટરે એક દર્દીના પેટમાંથી ઓપરેશન કરીને સ્ટીલનો એક મોટો ગ્લાસ બહાર કાઢ્યનો દાવો કર્યો છે. જો કે ઓપરેશન પછી દર્દી સ્વસ્થ છે એવું કહેવામાં આવી રહ્યું છે.  હેરાન કરનારી વાત એ છે કે અંતે એ ગ્લાસ દર્દીના પેટની અંદર પંહોચ્યો કેવી રીતે? ડોક્ટરે એ વાતનો જવાબ આપ્યો છે પણ કોઈને ભરોસો નથી આવી રહ્યો. તમે જ વાંચીને કહો શું તમે આ ડૉક્ટરની કહાની પર વિશ્વાસ કરી શકશો? 

મહારાજગંજ વિકાસખંડના કોટવા ભટોલી ગામના રહેવાસી સમરનાથને પેટમાં છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને એટલા માટે તેઓ ડૉક્ટર પાસે ગયા હતા પણ એમને વધુ રાહત મળી નહતી. એટલા માટે જ તેઓ જોનપૂરમાં સ્થિત સિધ્ધાર્થ હોસ્પિટલમાં પંહોચ્યાં હતા. ત્યાંનાં ડૉક્ટર લાલ બહાદુર સિધ્ધાર્થએ જ્યારે તેના પેટનો એકસરે કર્યો ત્યારે રિપોર્ટ ચોંકાવનાર આવ્યો હતો. રિપોર્ટમાં ડૉક્ટરને પાઈપની આકારની કોઈ વસ્તુ જોવા મળી હતી. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પેટનીઅંદર એક સ્ટીલનો મોટો ગ્લાસ નીકળ્યો હતો. 

આ ઓપરેશનનો વિડીયો ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. જેમાં ડૉક્ટર ઓપરેશનમાં જ દર્દીના પેટમાંથી ગ્લાસ બહાર કાઢતા નજર આવી રહ્યા છે. ઓપરેશન સમયે ત્યાં હાજર નર્સે આ વિડીયો ઉતાર્યો હતો. હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે પણ લોકો એક જ સવાલ પૂછે કે આ ગ્લાસ અંદર ગયો કઈ રીતે? 

જો કે આ વાતનો જવાબ ડોક્ટરે આપ્યો હતો. ડોક્ટરે પણ અંદાજો લગાવ્યો છે કે પ્રાઇવેટ પાર્ટ દ્વારા આ ગ્લાસ દર્દીના પેટ સુધી પંહોચ્યો હશે. જો કે ડૉક્ટરના આ અંદાજાય પર લોકોને ભરોસો નથી આવી રહ્યો અને લોકો એમ પૂછી રહ્યા છે કે 3-4 દિવસ સુધી એ વ્યક્તિ જીવતો કેવી રીતે રહી શક્યો. જો કે હાલ દર્દી બિલકુલ સ્વસ્થ છે. ડોક્ટરનો દાવો છે કે તે આની પહેલા પણ એક દર્દીના પેટમાંથી આવી જ રીતે એક બોટલ કાઢી ચૂક્યા છે. 

દર્દીનું કહેવું છે કે ગામના અમુક લોકો સાથે તેના વિવાદો ચાલી રહ્યા છે. જ્યારે એ સાંજે શાકભાજી લેવા નીકળ્યા ત્યારે અમુક લોકો તેની પાસે આવ્યા અને કઇંક કામના નામે સાથે લઈ ગયા અને ત્યાં ખૂબ દારૂ પીવડાવ્યો જેને કારણે તેઓ ખૂબ નશામાં આવૈ ગયા હતા અને એ પછી શું થયું એમને કશું યાદ નથી. સવારે ઉઠયા તો આસપાસ કોઈ નહતું અને તેના પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ