બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A psycho killer committed three murders in Bhopal

સનસની / ગર્લફ્રેન્ડને બેડરૂમમાં તો માં-બાપને ગાર્ડનમાં દફનાવ્યાં, સાઇકો કિલરની કહાની હ્રદય ધ્રુજાવી નાંખશે, મધ્યપ્રદેશ કિસ્સો

Kishor

Last Updated: 10:04 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલમાં એક સાયકો કિલરે હચમચાવી નાખતી હત્યાને અંજામ આપ્યો હતો. તેમણે પોતાની માતા પિતા અને ગર્લફ્રેન્ડની હત્યા કરી દેતા હાહાકાર સર્જાયો હતો.

  • મધ્યપ્રદેશમાં હત્યાની ચોંકાવનારી ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ 
  • ગર્લફ્રેન્ડની ડરાવણી હત્યા કરી દેતા હાહાકાર
  • આરોપી ગર્લફ્રેન્ડની કબર ઉપર બેસી અને દારૂ પીતો 

હાલ મધ્યપ્રદેશમાં ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. જેને લઇને રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. આવી સ્થિતિ વચ્ચે પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારે ગુનાખોરીને પ્રોત્સાહન આપ્યું હોવાને પગલે રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું હોવાના આરોપ સાથે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહી છે. આવી રીતે અપરાધની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.

Tag | VTV Gujarati

કબર ઉપર બેસી અને દારૂ પીતો
હત્યાની સ્ટોરી સાંભળતા જ લોકોના રુવાટા ઉભા થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભોપાલમાં એક સાયકો કિલરે હચમચાવી નાખતી હત્યાને અંજામ આપ્યો હતો. તેમણે પોતાની માતા પિતા અને ગર્લફ્રેન્ડની ડરાવણી હત્યા કરી દેતા હાહાકાર સર્જાયો હતો. તેમણે પોતાના માતા પિતાના મૃતદેહને બગીચામાં દફનાવ્યો અને બેડરૂમમાં તેની પ્રેમિકાની કબર ખોદી નાખી હતી. બાદમાં કબર ઉપર બેસી અને દારૂ પીતો હોવાનું સામે આવતા અરેરાટી મચી છે.

ઉદયન સાથે રહેવા લાગી હતી
વાત એવી છે કે 2007માં બંગાળની આકાંક્ષાને ઉદયન સોશિયલ મીડિયા પર મળ્યો હતો. બાદમાં બને વચ્ચે મિત્રતા અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જે પ્રેમ સાત વર્ષ સુધી ચાલ્યો હતો. આઠમા વર્ષે એટલે કે 2016માં આકાંક્ષાએ પરિવારના સભ્યો સાથે આકાંક્ષાએ મોટી ચાલ રમી હતી. પોતે તેના પરિવારને જણાવ્યું કે તેની અમેરિકામાં સગાઈ છે. અને ત્યાં જવા માંગે છે. બાદના આકાંક્ષા અમેરિકા જવાનુ કહીને ભોપાલ આવી હતી. જે ઉદયન સાથે રહેવા લાગી હતી.

ઈન્દ્રાણી અને પિતા વિરેન્દ્ર દાસની પણ હત્યા

બાદમાં જૂન 2016માં આકાંક્ષાએ માતા-પિતા સાથે વાત કરવાનું બંધ કરી દેતા પરિજનોને ગભરાઈ ગયા અને કઈક ખોટુ થઈ રહ્યું છે. તેવું વિચારીને જ્યારે તેના ભાઈએ નંબર ટ્રેસ કર્યો તો તેનું લોકેશન ભોપાલ મળ્યું હતું. બાદમાં પરિવાર પોલીસ પાસે ગયો હતો. તે પશ્ચિમ બંગાળના બાંકુરામાં રહેતો હતો. જે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ભોપાલ પોલીસે આ મામલે તપાસ કરી તો તેઓ ચોંકી ગયા હતા. બાદમાં ઉદયને રહસ્ય ખોલ્યું હતું અને આકાંક્ષાની હત્યાની કબૂલાત કરી હતી. જ્યારે પોલીસે મૃતદેહ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે લાશને બેડરૂમમાં દાટી દીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આરોપીએ એ પણ કબૂલ્યું કે તેણે તેની માતા ઈન્દ્રાણી અને પિતા વિરેન્દ્ર દાસની પણ હત્યા કરી બગીચામાં દાટી દીધી હતી. જે કેસમાં આરોપીને આજીવન કેદની સજા થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ