બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / A pharma company owner in Panchkula gifted Tata Punch cars to his 12 employees

ધન્ય ઘડી / બધાને આવા બોસ મળે ! માલિકે કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં આપી 12 મોંઘી ગાડીઓ, ઘણાને આવડતી પણ નથી

Kishor

Last Updated: 11:15 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચકુલામાં એક ફાર્મા કંપનીના માલિકે પોતાના 12 કર્મચારીઓને ટાટા પંચ કાર ગિફ્ટ કરી દેતા કર્મચારીઓ આશ્ચર્યચકીત થઈ ગયા હતાં.

  • દિવાળી નિમિત્તે ફાર્મા કંપની દ્વારા આપવામાં આવેલી ભેટ ચર્ચાનું કારણ
  • માલિકે 12 કર્મચારીઓને ટાટા પંચ કાર ગિફ્ટ કરી
  • કર્મચારીઓની મહેનત અને લગનના પરિણામે આપી મોટી ભેટ

દિવાળીનો તહેવાર આંગણે ટકોરો મારી રહ્યો છે ત્યારે કંપનીના સત્તાવાળાઓ દ્વારા કર્મચારીઓને ગિફ્ટ અને મીઠાઈ ભેટ આપવામાં આવતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે એક ફાર્મા કંપની દ્વારા આપવામાં આવેલી ભેટ હાલ ચર્ચાનું કારણ બની છે અને કર્મચારીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં લોકો પણ આવા બોસ મળે તેવી માંગ કરી રહ્યા છે.પંચકુલામાં એક ફાર્મા કંપનીના માલિકે પોતાના 12 કર્મચારીઓને ટાટા પંચ કાર ગિફ્ટ કરી દીધી છે. 

જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ધ્યાનમાં રાખજો આ વાતો, નહીં તો  થશે ભારે નુકસાન | If you are thinking of buying an old car, keep these  things in mind,

કાર ગિફ્ટ કરવાનો વાયદો પૂરો કર્યી
મિટ્સકાર્ટ કંપનીના માલિક એમ કે ભાટિયા પોતાને માલિક નથી ગણાવતા અને કર્મચારીઓને તે કર્મચારી ગણતા નથી. તેઓના જણાવાયા અનુસાર કર્મચારી બધા તેને મન સ્ટાર્સ, સેલિબ્રિટીઝ છે. તેઓની મહેનત અને તેના સ્ટાફની મદદથી તેણે એક કંપની બનાવી અને આજે તેના કારણે તે ઘણી ઉંચાઈ પર પહોંચી ગયો છે અગાઉ તેઓએ કાર ગિફ્ટ કરવાનો વાયદો કર્યા બાદ તે કાર ભેટ આપી વચન પૂરું કર્યું છે.

કારની ખરીદી કે વેચાણનું વિચારી રહ્યા હોવ તો સાવધાન, આ કામ ચૂકી ગયા તો થઈ  જશો હેરાન | auto tips rc transfer immediately after selling car

ઘણા કર્મચારીઓ કાર કેવી રીતે ચલાવવી તે જાણતા નથી
એમ.કે.ભાટિયાએ જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓએ રાત-દિવસ કામ કર્યું છે અને કંપનીના નિર્માણમાં મદદ કરી છે. તેની લગન અને મહેનતથી આ કાર આપી છે. દરેક વ્યક્તિ પાસે કારનું સપનું હોય છે અને મેં મારા કર્મચારીઓનું સપનું પૂરું કર્યું છે તે નિર્ણયથી અન્ય માલિકો પણ પ્રેરણા લે તે આવકારદાયક છે.ઘણા કર્મચારીઓને કાર ચલાવતા ન આવડતું હોવાથી હાલ તેઓ શીખી રહ્યા છે.


આટલું મોટું ગિફ્ટ જોઈ કર્મચારીઓ આશ્ચર્યચકિત અને શેઠનું વિશાળ હૃદય જોઈને ભાવુક થયા હતા. મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે તેમને કંપની દ્વારા કાર આપવામાં આવી છે અને અત્યાર સુધી તેઓ કાર ચલાવતા નથી આવડતી પરંતુ હવે તેઓ કાર ચલાવતા શીખશે. તેને કહ્યું કે ભવિષ્યમાં પણ આવી જ મહેનત અવિરત રાખીને તે વધુ સિદ્ધિ હાંસલ કરવામાં નિમિત્ત બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ