બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / A Patel family in Surat Adajan has been serving domestic women for years.

ભાવુક / 40 વર્ષ ઘરકામ કરનાર વૃદ્ધાની સુરતનો પાટીદાર પરિવાર કરી રહ્યો છે ચાકરી, મળ-મૂત્ર-સ્નાન સહિતની નિસ્વાર્થ સેવા સરાહનીય

Dinesh

Last Updated: 11:46 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અડાજણમાં એક પટેલ પરિવાર વર્ષોથી ઘરકામ કરતા ઘરઘાટી મહિલાની સેવા કરે છે, 40 વર્ષ સુધી પરિવારની સેવા અને ઘરકામ કરનાર વૃદ્ધાની સેવા હવે પરિવાર કરી રહ્યું છે

 

  • અડાજણ વિસ્તારના પરિવારની ખાનદાની
  • પટેલ પરિવારે નિભાવી પોતાની ફરજ
  • ઘરકામ કરતી મહિલાની અંતિમ ક્ષણે સેવા


આ યુગમાં કહેવાય છે કે, સગા સગાનું નથી. પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 40 વર્ષ સુધી પરિવારની સેવા અને ઘરકામ કરનાર વૃદ્ધાની સેવા હવે પરિવાર કરી રહ્યું છે. કારણ કે આ વૃદ્ધા હાલ પથારીવશ છે. આ વૃદ્ધાને શરીરે ગંભીર ઇજા થતાં તેઓ ચાલવામાં પણ અસક્ષમ છે. જેમની સંપૂર્ણ સેવાકીય કાર્ય પટેલ પરિવારનું દંપતી કરી રહ્યું છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે દંપતી રાંદેર પોલીસ મથકે પોહચ્યું હતુ. જ્યાં વૃદ્ધા પથારીવશ હોવાથી ગમે તે ઘડીએ તેઓ પોતાના પ્રાણ છોડી શકે છે. જો કે, કોઈ ઓળખ પુરાવા ન હોવાથી અંતિમવિધિ કરતી વેળાએ મુશકેલી પડી શકે છે. જે ચિંતાને લઈ પટેલ દંપતી મદદની આશા સાથે રાંદેર પોલીસ મથકે પોહચ્યું હતું. 

વૃદ્ધ મહિલાની સેવા કરે છે પટેલ દંપતિ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સાંઇબાબા શ્રધ્ધાનગર સોસાયટીમાં રમેશભાઈ પટેલ પોતાની પત્ની ગીતાબેન સાથે નિવૃત જીવન ગુજારે છે. રમેશ પટેલ અગાઉ સુરત જી.ઇ.બી. વિભાગમાં ઓડિટર તરીકેની સેવા આપી ચુક્યા છે. જ્યારે તેમના પત્ની ગીતાબેન પણ પાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે સેવા બજાવી ચુક્યા છે. આ દંપતીને સંતાનમાં ત્રણ દીકરીઓ છે, જે દીકરીઓએ પણ સાસરે છે. વર્ષ 1983માં આ દંપતી રાજુલબેન ખાલકભાઈ ગામીતના સંપર્કમાં આવ્યા હતાં. જે હાલ તેમના જ ઘરે પથારીવશ છે. જે રાજુલબેન પટેલ દંપતીના નણંદને ત્યાં કેર ટેકર તરીકે કામ કરતા હતા. જે બાદ રાજુલબેન ઘરકામ માટે પટેલ દંપતીના ત્યાં કાયમી ધોરણે સ્થાયી થઈ ગયા હતા. 

સજ્જન પટેલ દંપતિની માનવ સેવા
જ્યાં 1983થી લઈ આજ દિન સુધી તેઓ પટેલ દંપતીના ત્યાં એક ઘરના સભ્ય તરીકે રહેતા હતા. રાજુલબેન ઘરના કામકાજ અને શાર-સંભાળ પણ રાખતા હતા. આ વચ્ચે પટેલ દંપતી પંદર દિવસ પહેલાં બહારગામ ગયું હતું. જે વેળાએ રાજુલબેન નીચે પડી જવાના કારણે શરીરે ગંભીર ઇજા પોહચી હતી. હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેઓને ઘરે લઈ આવ્યા હતા. જ્યાં ચાલવામાં અસક્ષમ રાજુલબેનની તમામ સેવાચાકરી હવે આ દંપતી કરી રહ્યું છે.  વૃદ્ધા રાજુલબેનના કોઈ ઓળખ પુરાવા ન હોવાથી પટેલ દંપત્તિ ચિંતામય બન્યું. તેમના સ્વર્ગવાસ પછી તેમની અંતિમ વિધિમાં કોઈ અગવડતા ન પડે તે માટે પટેલ દંપત્તિ રાંદેર પોલીસમાં મથકે પહોંચ્યું હતું. જ્યાં સમગ્ર બાબત રાંદેર પોલીસને જણાવતા  પોલીસે પણ એક માનવીય અભિગમ અપનાવી સ્થાનિક નગર સેવકની મદદથી વૃદ્ધાના ઓળખ પુરાવા બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ