બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A meeting of Kshatriya Samaj will be held today on the issue of protest against Parshotam Rupala's statement

Lok Sabha Election 2024 / પરશોતમ રૂપાલાના નિવેદનના વિરોધ મુદ્દે આજે યોજાશે ક્ષત્રિય સમાજનું સંમેલન, રણનીતિ અંગે થશે ચર્ચા

Vishal Khamar

Last Updated: 02:16 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરશોતમ રૂપાલાનાં નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સાંજે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાનાર છે. જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા-વિચારણા કરાશે.

પરશોતમ રૂપાલાનાં નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં આજે સાંજે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાનાર છે. જેમાં જીલ્લાભરનાં ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે.  આ સંમેલનમાં આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. 

ગુજરાતનાં ક્ષત્રિય સમાજની એક માંગ પરશોતમ રુપાલાની ટિકીટ કેન્સલ થાય

આ બાબતે ક્ષત્રિય આગેવાને જણાવ્યું હતું કે,  છેલ્લા ચાર-પાંચ દિવસથી  ગુજરાતનાં લોકસભાના ઉમેદવાર અને હાલનાં સાંસદ સભ્ય પરશોતમભાઈએ ચૂંટણી પ્રચાર દરમ્યાન ક્ષત્રિય સમાજની અસ્મિતાને તેમજ ચારીત્રયને દાગ લાગે તેવું નિવેદન આપ્યું હતું.  જેના કારણે ગુજરાતભરનાં ક્ષત્રિયોમાં એક આક્રોશ છે.  આ આક્રોશ સતત સોશિયલ મીડિયામાં આપ જોઈ રહ્યા છો. સમગ્ર ગુજરાતમાં સ્વયંભું છે. આ વિરોધ કોઈ પણ રાજકીય પક્ષનો વિરોધ કરવા માટેનો નથી. માત્ર સમાજની અસ્મિતિ માટેનો આ એક પ્રશ્ન છે. ગુજરાતનાં ક્ષત્રિય સમાજની એક માંગ છે કે, પરશોતમ રૂપાલાની ટિકીટ કેન્સલ થાય. ત્યારે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના સાથે મળીને સંમેલનું આયોજન કરેલ છે. 

પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજનાં આગેવાનોની ધરપકડ કરતા રોષ
રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તેઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે પરશોતમ રૂપાલાનાં પૂતળાનું દહન કર્યું હતું. જે મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી.  પોલીસ દ્વારા કમલ 151 મુજબ ક્ષત્રિય સમાજનાં આગેવાનોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. 

ક્ષત્રિય સમાજે પોલીસની કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી
પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજનાં આગેવાન મહેન્દ્રસિંહ પરમાર,નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજનાં આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમજ પોલીસ દ્વારા કરવામાં  આવેલી કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમજ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. 

વધુ વાંચોઃ અમદાવાદમાં IT વિભાગના દરોડા યથાવત, વ્યાજખોરોના રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યા

શનિવારે  રાજકોટ ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા પૂતળા દહન કરાયું હતું
કરણી સેનાના સોશ્યલ મીડિયા અધ્યક્ષ  હિતુભા જાડેજાએ કહ્યું કે પરસોતમ રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં પૂતળા દહનના કાર્યક્રમો યોજાશે. પોસ્ટરો લગાવવામાં આવશે  અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે. પરસોતમ રૂપાલાની દરેક સભામાં વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરસોતમ રૂપાલાની સુરક્ષા વધારવી હોઈ એટલી વધારી લે. ક્ષત્રિય સમાજ પર પોલીસ દમણ કરે તો પણ અમારી તૈયારી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરષોતમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.. જે અંતર્ગત રોષે ભરાયેલા ક્ષત્રિય યુવાઓેએ પરષોતમ રૂપાલાના પુતળાનું દહન કર્યુ હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ