બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A husband killed his wife after a short marriage of 10 months in Nikol, Ahmedabad

ક્રાઈમ / અમદાવાદ: પત્નીની તેના ભાઈને પૈસા આપી દેતી હોવાની શંકાએ પતિએ કરી પત્ની હત્યા, પોલીસને ફોન કરી કર્યું સમર્પણ, ઘટના ડરામણી

Dinesh

Last Updated: 12:16 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદના નિકોલમાં 10 મહિનાના ટૂંકા સમય પહેલા લગ્ન જીવન બાદ પતિએ પત્નીની હત્યા કરી છે, પોલીસે આરોપીની અટકાયત કરી

  • અમદાવાદમાં પતિએ કરી પત્નીની હત્યા
  • 10 મહિના અગાઉ થયા હતા લગ્ન
  • રૂપિયા બાબતે થયો હતો ઝઘડો


વર્તમાન સમયમાં લગ્નજીવન બહુ ટૂંકુ  હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, પતિ-પત્ની સમજણ શક્તિના અભાવે તુ તુ મેં મેં કરતા જોવા મળતા હોય છે. ત્યાર બાદ તે ઝઘડા સુધી પહોંચી જાય છે. ત્યારબાદ તે ક્યારેક હત્યાના બનાવમાં તબદિલ થઈ જાય છે. અમદાવાદના નિકોલમાં 10 મહિનાના ટૂંકા સમય પહેલા લગ્ન જીવન બાદ પતિએ પત્નીની હત્યા કરી છે. આરોપી પતિએ પત્ની સાથે રૂપિયા બાબતે ઝઘડો થતા ઝઘડો હત્યાની ઘટનામાં પરિણમ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસને પત્નીની હત્યા કર્યાની જાણ પણ કરી હતી. 

ગુસ્સામાં પત્નીની હત્યા કરી 
કિરણબેન ઉર્ફે કીર્તિબેન ભરતભાઈ મંગળદાસ પંચાલ  જેમની ઉંમર 48 છે. જેઓ તેમના પતિ ભરતભાઈ પંચાલ સાથે રહેતા હતાં. પતિ-પત્ની બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ ઝઘડો થયો હતો. જે બાદ પતિ ઉશ્કેરાઈ જઈ ગુસ્સામાં પત્નીની હત્યા કરી નાંખી હતી. 

પોલીસે અટકાયત કરી
મળતી માહિતી અનુસાર આરોપી પતિએ 10 મહિના પહેલા જ મેરેજ બ્યુરો મારફતે મૃતક મહિલા સાથે લગ્ન કર્યા હતા. તો બીજી તરફ પત્ની તેના ભાઈને પૈસા આપી દેતી હોવાની શંકાના કારણે પતિએ પત્ની હત્યા કરી નાખી હતી. આરોપી પતિએ હત્યા કર્યા બાદ જાતે પોલીસને જાણ કરી હતી. જે બાદ આરોપી પતિ ભરત મંગળદાસ પંચાલની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ