બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / A health worker committed suicide by falling into a canal with her two children in Gandhinagar

ટૉર્ચર / 'માતા-પિતાને છેલ્લા પ્રણામ: રૂપિયા મારી પત્નીને કદાપી ન આપતા', સુસાઇટ નોટ લખી આરોગ્યકર્મી 2 સંતાનો સાથે કેનાલમાં પડ્યો, ત્રણેયના મોત

Kishor

Last Updated: 11:19 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની અને સાસરીયાઓના સિતમથી તંગ આવી જઈ આરોગ્ય કર્મીએ બે ફૂલ જેવા બાળકો સાથે ગાંધીનગરના દેહગામ નજીક કેનાલમાં જંપલાવતા અરેરાટી મચી ગઇ છે.

  • ગાંધીનગરના બહિયલ પાસેની કેનાલમાં આપઘાતનો મામલો 
  • ઓરોગ્યકર્મીએ પોતાના બે સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યુ 
  • પત્ની અને સાસરી પક્ષ દ્વારા હેરાનગતી કરાતા કર્યો આપઘાત 

ગાંધીનગરના દેહગામમાં કાળજું કંપાવી નાખતી ઘટના સામે આવી છે. જેમાં પત્ની અને સાસરીયાઓના સિતમથી તંગ આવી જઈ આરોગ્ય કર્મીએ કેનાલમાં જંપલાવી મોત વ્હાલું કરી લીધું હતું.જેનો બહીયલ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની કરુંણતાએ છે કે યુવાને બે ફૂલ જેવા સંતાનો સાથે કેનાલમાં પડતું મૂકી આયખું ટૂંકાવી લેતા પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આરોગ્યકર્મીએ આ અંતિમ પગલું ભરી લેતા પહેલા કાળજું અને કલમ ધ્રુજી જાય તથા કઠણ કાળજાનો માણસ પણ ચોધાર આસુએ રોઈ પડે તેવી કરુણ સુસાઇડ નોટ લખી હતી. જેમા પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. જેને લઈને પોલીસે હાલ પત્ની અને સાસરીયાઓ સામે ગુનો નથી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

મૃતકની સ્યુસાઇડ નોટમાં પત્ની અને સાસરી પક્ષ ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ 

હૈયું ચિરાઈ જાય તેવા ભારે ખમ કરુણ શબ્દમાં યુવાને લખ્યું હતું કે "સોરી મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન હું આજે તમારાથી સદાયને માટે દૂર થઈ રહ્યો છું. આ ચિઠ્ઠી વાંચીને તમને ખૂબ જ દુઃખ થશે પણ હું શું કરું? મારી પત્ની રાધિકા, મારી સાસુ સુખીબેન અને મારા સાળા અલ્પેશ સિંહના ત્રાસથી મારે આ પગલું ભરવું પડે છે. મારી પત્ની ઘરમાં રાતને દિવસે સતત ઝઘડા જ કર્યા કરતી! જે કામ સ્ત્રીઓ કરવાનું હોય તે કામ મારી જોડે કરાવતી! મારી પત્નીએ મને મારું ગામ છોડાવ્યું, મારા માતા-પિતા, ભાઈ અને બહેનને પણ છોડાવ્યા, મારું કુટુંબ છોડાવ્યું એ તો ઠીક હું છોડી દઉં તેમ છતાંય તે ઝઘડા કરતી અને મારા ઘરમાં કોઈ બીજા મારા સંબંધી આવે તો પણ એ મને ઝઘડતી! મને પણ ત્યાં ન જવા દે ને માતાપિતા કે કોઈ આવે તો પણ તે ઝઘડા કરતી!  વધુમાં મારા મારા સાસરિયામાં મારા સાસુ અને શાળાને ફોન કરીને ના કહેવાનું પણ બધું કહી દેતી એટલે મારો સાળો મને ફોન કરીને અથવા રૂબરૂ આવીને વારંવાર ધમકીઓ આપતો હતો. 

 

 


કે તને પોલીસ કેસ કરી ભરણપોષણનો દાવો કરું? તને ત્યાં આવીને મારું? સાથે સાથે બાજુમાં રહેતા પ્રજાપતિ કમલેશભાઈ તથા સુરેશભાઈને પણ ફોન કરીને કહે કે ચેતનસિંહને તો હું કેસ કરું ભરણપોષણનો દાવો મુકુ, ત્યાં આવીને મારું આવું કહેતા હતા. પણ મારી એક વિનંતી છે આ ખાલી માહિતી આપું છું પણ આ બંને ભાઈઓ કમલેશભાઈ અને સુરેશભાઈ નો કોઈ વાંક નથી તેને તો મારું ઘર સારી રીતે ચાલે તે માટે પ્રયત્નો કર્યા પણ મારી પત્ની ન માની!

A health worker committed suicide by falling into a canal with her two children in Gandhinagar

આ લોકોએ મને એટલો બધો ત્રાસ આપ્યો કે હું કેટલું લખું. બધું લખવા બેસુ તો પાનાના પાના ભરાઈ જાય. પણ હું ટૂંકમાં લખીને બતાવું છું મારી સરકારને નમ્ર વિનંતી કે મારી પાછળ જો કોઈ પૈસા આવવાના હોય તો મારા માતા-પિતાને આપજો! બસ હું બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે જે વ્યક્તિના કારણે આ પગલું ભરું છું તેને તો ના જ મળવા જોઈએ. સોરી મમ્મી, પપ્પા ભાઈ તથા બહેન તથા કુટુંબીજનો અને ગ્રામજનો મિત્ર સગા સંબંધીઓ. બાપ... બાપ... બાપ...બાપ....બાપ..


મારા માતા પિતાને છેલ્લા પ્રણામ અને હા પાછો મારો સારો બધાને ફોનમાં એમ પણ કહે છે કે હું ભુવો જોરદાર છું અને કોઈ પણ રીતે ઉડાડી દઈશ જીવતો તો નહીં જ છોડુ. પણ પપ્પા તમેં કોઈ આગળની કાર્યવાહી ન કરતા કારણ કે આવું કરીને હવે તમને કાંઈ મળવાનું તો નથી. હવે તમારું જવાનું હતું ને જતું રહ્યું પછી ખોટું કંઈ કરતા નહીં!"

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ