બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત, 15 ગામોને થશે અસર
Last Updated: 09:28 PM, 23 January 2026
હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલી બ્રાહ્મણી નદી પરના પુલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આશરે 20 વર્ષ પહેલાં બનેલા આ પુલમાં અચાનક ક્ષતિ સર્જાતા આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
ADVERTISEMENT

આ પુલ મારફતે લગભગ 15 જેટલા ગામો એકબીજા સાથે જોડાયેલા છે. જેના કારણે સ્થાનિક લોકો માટે આ માર્ગ ખૂબ જ મહત્વનો છે. પુલમાં ગાબડું પડતાં હાલ અવરજવર માટે જોખમ ઊભું થયું છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ વહીવટી તંત્ર દ્વારા પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમિત ખૂંટ આપઘાત કેસ: કોર્ટે રાજદીપસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા
ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પુલની તપાસ શરૂ કરી છે. તાત્કાલિક મરામત તેમજ નવા પુલના નિર્માણ અંગે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. સ્થાનિક નાગરિકોએ પુલને વહેલી તકે સલામત બનાવવાની માંગ ઉઠાવી છે, જેથી જનજીવન ફરીથી સામાન્ય બની શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.