બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A gang of tantrics has been caught in Gir Somnath, defrauded of Rs 93 lakh in the name of tantric ritual.

ચેતજો.. / '500 કરોડનો ઢગલો કરી દઇશું' તાંત્રિક વિધિની માયાજાળમાં 93 લાખની ઠગાઇ, ગીર સોમનાથમાં 10 મહાઠગ ઝડપાયા

Dinesh

Last Updated: 07:48 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથમાં તાંત્રિક ટોળકી પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની છેતરપિંડી કરતો હોવાનો પર્દાફાશ થયો છે

  • ગીર સોમનાથમાં તાંત્રિકો ટોળકી ઝડપાઈ
  • તાંત્રિક વિધિના નામે 93 લાખ રૂપિયાની ઠગાઈ કરી
  • પોલીસે 10 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી


ગીર સોમનાથમાંથી મહાઠગ ટોળકી ઝડપાઈ છે, રૂપિયાની જરૂરિયાત વાળા લોકોને તાંત્રિક વિધિના નામે 93 લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ હાવાનું જાણવા મળ્યું છે, પોલીસે 19 લાખ રૂપિયા, 66 તોલા સોનું સહિત અન્ય મુદ્દામાલ સાથે 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરી
ગીર સોમનાથ જિલ્લામાં તાંત્રિક ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરતી હોવાનો એલસીબીએ પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેનાર નકલી ખોપડી, સાપ, મોબાઈલ જેવી વસ્તુઓ તથા રોકડા રૂ. 6.46 લાખ, 21 તોલા સોનું સહિત 19 લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ તાંત્રિક ટોળકીએ અત્યાર સુધીમાં અનેક લોકોને બાટલીમાં ઉતારી સોના અને રોકડ સહિત એકાદ કરોડની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજકોટના પૂજારી સમક્ષ 500 કરોડનો ઢગલો કરી દેવાની માયાજાળમાં ફસાવીને 15 લાખની છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ તાલાલા પોલીસમાં નોંધાઈ છે.

એસપી મનોહરસિંહ જાડેજાનું નિવેદન
આ તાંત્રિક ટોળકીના પર્દાફાશ મામલે એસપી મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બે વર્ષ પહેલા રાજકોટ ખાતે રહેતા પૂજારી હરકીશન ગૌસ્વામીએ આશ્રમ બનાવવા માટે પૈસાની જરૂરીયાત હોવાની વાત કરતા અલ્તાફ સમાએ કહ્યું કે, તાલાલાના પાણીકોઠા ગામે રહેતા મુસબાપુને સાક્ષાત માતાજી આવે છે તે 500 કરોડ રૂપીયાનો ઢગલો કરી દેશે જેના માટે વિધિ કરવી પડશે. જેના માટે હરકીશન બાપુને પાણીકોઠા ગામએ મુસબાપુની વાડીએ લઈ ગયા જ્યાં રાત્રીના ગોળ કુંડાળામાં બેસાડીને મુસાબાપુએ વિધી ચાલુ કરી હતી. ત્યારે અચાનક એક લાંબી કાળા વસ્ત્રો ધારણ કરેલ વ્યક્તિ પ્રગટ થયેલી જે માતાજી હોવાનું જણાવીને મુસાબાપુએ કહ્યું કે, માતાજી આ ભેખધારી માણસને પૈસાની જરૂરીયાત છે તમે કૃપા કરો એટલું કહેતા જ અંધારામાં માતાજી આલોપ થઈ ગયા હતા જેથી મુસાબાપુએ કહેલ કે, માતાજીને પ્રસન્ન કરવા માટે સાડા પાંચ લાખ રૂપિયાનું કામરૂપ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવું પડશે જેના માટે તમે થોડા દિવસો માટે પૈસા વ્યાજે લઈ લો પછી હું તમને પૈસાનો ઢગલો કરી દઈશ તેમાંથી તમે પરત આપી દેજો. જેથી હરકીશન પુજારીએ તેમના બહેન અને સેવકો પાસેથી રકમ એકત્ર કરીને કટકે કટકે રૂ.15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લેવા માટે મુસાબાપુને આપેલ હતી.

તાંત્રિક ટોળકીના 10 આરોપીઓને દબોચ્યા
આ તાંત્રિક વિધિ દરમ્યાન પ્રગટ થયેલ માતાજીએ એક વખત ધર્માદાના રૂપિયા આપું છું આશ્રમના પૈસા પછી આપીશ તેમ કહી અદ્રશ્ય થઈ ગયા હતા. બાદમાં વિધિમાં પૂજારીને વાડીના એક રૂમમાં ભોંયરામાં રાખેલ લાખોની રકમ બતાવી આવી જ રીતે રાજકોટ તમારા ઘરે વિધી કરવાથી પૈસાનો ઢગલો થશે તેમ કહી વિશ્વાસમાં લઇ લીધા હતા. બાદમાં કારમાં મુસાબાપુ, અલ્તાફ સહિતના પૂજારી હરકીશન સાથે રાજકોટ તેમના ઘરે વિધી કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાદા કપડામાં રહેલ બે નકલી પોલીસ કર્મચારીઓએ કારને વાહન ચેકીંગ કરવા માટે રોકાવી તલાસી લેતા 3 લાખ રોકડા અને ખોપળી મળી આવી હતી. જેથી નકલી પોલીસે મારકુટ કરી બે મુસાબાપુને ઝડપી લીધા હતાં જ્યારે પૂજારી હરકીશનને ભગાડી દીધેા હતા. જેના થોડા દિવસો પછી મુસાબાપુએ પૂજારીને ફોન કરીને પોતે પોલીસના ચંગુલમાંથી માંડ નીકળેલ હોય અને હવે માતાજી નારાજ થઈ ગયા હોવાથી વિધી થશે નહીં તેવું જણાવ્યું હતુ.

વધુમાં એસપી જાડેજાએ જણાવેલ કે, પૂજારી હરકીશનભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. જેની તપાસમાં તાંત્રિક ટોળકીની કરતૂતોનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં આ ટોળકીએ અનેક પાસે પૈસાની જરૂરીયાત વાળા લોકોને માયાજાળમાં ફસાવીને 93 લાખ રોકડા અને 66 તોલા સોનાની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ મામલે તાંત્રિક ટોળકીના 10 આરોપીઓને ઝડપી પાડયા છે અને ચારને પકડવા તજવીજ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ