બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A friendly program of Garbada Assembly was held

દાહોદ / લોકસભા પહેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ-BTPનો મોટો ઝટકો, સી.આર.પાટીલની હાજરીમાં 500થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Kishor

Last Updated: 05:11 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરબાડા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કોંગ્રેસ, BTP સહિતના 500 ઉપરાંત કાર્યકર્તાઓને ભાજપમાં જોડાયા હતા.

  • દાહોદના ગરબાડા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
  • કોંગ્રેસ, BTP સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો ભાજપમાં જોડાયા
  • પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કાર્યકરો ભાજપમાં જોડાયા

આજે દાહોદમાં ગરબાડા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં  કોંગ્રેસ, BTP સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ-BTBમાં મોટુ ગાબડુ પડ્યું છે. ત્યારે દાહોદમાં યોજાયેલા આ સ્નેહમિલનના કાર્યક્રમની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. કારણ કે આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન લગભગ 500થી પણ વધારે કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તાકાતમાં વધારો થયો છે.

500થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

ભારતીય પરંપરા મુજબ નવા વર્ષની શરૂઆત સ્નેહમિલનથી થતી હોય છે. ત્યારે ભાજપ દ્વારા દાહોદ જિલ્લાની વિધાનસભા 23, 24 અને 25 માટે પણ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે દાહોદ ગરબાડા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન  આપ, કોંગ્રેસ, BTP સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ કોંગ્રેસમાંથી અને બીટીપીમાંથી પણ ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન લગભગ 500થી પણ વધારે કાર્યકર્તાઓએ જે-તે પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. 

500થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ

આ સ્હેનમિલન કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે આ ભાજપની તાકાત છે. જેથી ભાજપ પ્રત્યે લોકોનો વિશ્વાસ દિવસેને દિવસે વધી રહ્યો છે..  આ બધુ આપણા વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસના કાર્યો અને દેશની પ્રગતિના કારણે આ બધુ સંભવ થઈ રહ્યું છે. સાથે જ કહ્યું કે આપણા આદિવાસી બંધુઓ મહેનત કરવામાં આવે છે.. જેથી તેઓ કોઈ લાલચ કે લોભમાં આવતા નથી. મોદીજી જે પણ કહે છે તે કરીને દેખાડે છે. જેથી લોકોને વિશ્વાસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ