બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A fierce mid air collision between 2 fighter jets turned the sky into a fireball

VIDEO / 2 ફાઈટર જેટની હવામાં ભયંકર ટક્કર, આકાશમાં જ આગનો ગોળો બની ગયા, જુઓ વીડિયો

Kishor

Last Updated: 05:04 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલંબિયન એરફોર્સના બે લડાકુ વિમાન સામસામે અથડાયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

  • કોલંબિયાનો ચોંકાવનારો વીડિયો
  • કોલંબિયન એરફોર્સના બે લડાકુ વિમાન સામસામે અથડાયા
  • દુર્ઘટનામાં બે પાયલોટ શહીદ

કોલંબિયાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એપિયા એરબેજ પર કોલંબિયન એરફોર્સના બે લડાકુ વિમાન સામસામે અથડાયા હતા. જેને લઈને આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જે દુર્ઘટનામાં બે પાયલોટ શહીદ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 કોલમ્બિયન એરફોર્સે @FuerzaAereaCol એ ટ્વીટ કર્યું
ડબલ્યુ રેડિયો કોલંબિયાના નામના સ્થાનિક રેડિયો નેટવર્કના અહેવાલ મુજબ મધ્ય કોલંબિયાના મેટા એપિયે એરબેજ પર બન્ને લડાકુ વિમાન તાલીમમાં જોડાઈ રહ્યા હતા. ત્યારે આ દુઃખદ ઘટના સર્જાય હતી.  જેમાં કોલમ્બિયન એરફોર્સે @FuerzaAereaCol એ ટ્વીટ કરીને જણાવ્યું કે તાલિમ દરમિયાન મિશન પરના બે T-27 Tucano વિમાન અને 2જી એર કોમ્બેટ કમાન્ડ પર દુર્ઘટના બની હતી. સ્ક્વોડ્રન 14 થી 16 જુલાઈ સુધી 30 થી 35 મિનિટ માટે પરફોર્મની તૈયારીમાં જોતરાયા હતા. આ વેળાએ શો વેળાએ આ ભયંકર ટક્કર સર્જાઈ હતી. જોકે હવે આ દુર્ઘટના બાદ શો નિર્ધારિત કાર્યક્રમ સુધી યોજાશે કે નહીં તે મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.


વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગતો અનુસાર તાલીમ દરમિયાન ફાઈટર પ્લેનનો કાફલો જોવા મળી રહ્યો છે જેમાં બે લડાકુ વિમાન અચાનક એક સાથે અથડાય છે અને ત્યારબાદ અગનગોળો બની જાય છે જેમાં બે પાયલોટ શહીદ થયા હોવાનું સામે આવી રહ્યું છે. મૃતક પાઈકોટ લેફ્ટનન્ટ કર્નલ મારીયો એન્ડ્રસ એસ્પીનોસા ગોન્ઝાલેઝના પરિવાર સાથે આમારી સંવેદના છે. વધુમાં પાઇલટ ક્યારેય મરતા નથી તે ઊંચી ઉડાન ભરે છે. તેવું એરફોર્સના અધિકારીઓએ જાણવું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ