બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fake cumin factory was busted at Unjha by the food team of Gandhinagar

મહેસાણા / શું તમે આવું જીરું તો નથી ખાતા ને? વરિયાળી ઉપર પાવડર અને ગોળની રસી ચડાવી ડુપ્લીકેટ જીરાનું કૌભાંડ, 'બનાવટ' જોઈ ફૂડ વિભાગ વિચારતું થયું

Kishor

Last Updated: 10:02 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. રૂ.૨ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરાયો હતો. વરિયાળી ઉપર પાવડર અને ગોળની રસી ચડાવી ડુપ્લીકેટ જીરું બનાવવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

  • મહેસાણા નજીકથી નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઇ 
  • 2700 કિલો નકલી જીરાનો જથ્થો જપ્ત કર્યો
  • ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા કાર્યવાહી

મહેસાણામાં ફરી એકવાર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર જાગી છે. મકતુપુર-સુણોક રોડ ઉપરથી નકલી જીરૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી. જ્યાં તપાસ હાથ ધરી ફેકટરીમાંથી નકલી જીરુંનો જથ્થો પકડાયો હતો. વધુમાં નકલી જીરું બનાવવા માટે વપરાતા પદાર્થ પણ પકડાયા હતા. જેને લઈને બ્રાઉન પાવડર 350 કીલો, ઝીણી વરીયાળી 630 કીલો સહિત 2700 કિલો નકલી જીરાના જથ્થો જપ્ત કરાયો હતો.

ઉંઝામાં નકલી જીરુંના કારોબારનો પર્દાફાશ: સિમેન્ટ-રેતી ઉમેરી વરિયાળી અપાય  છે, ગૃહિણીઓએ કહ્યું કાર્યવાહી કરો | Fake cumin business busted in Unjha:  Cement-sand ...



બ્રાઉન પાઉડર અને ગોળની રસી ભેગી કરતા હતા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે રૂ.૨.૧૪ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.કોશિયાએ કહ્યું હતું કે, ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા બનાવટી જીરું અંગે ઊંઝામાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કૌભાંડ આચરનાર વેપારી પટેલ મહેન્દ્રભાઈ મફતલાલ, મકતુપુર- સુણોક રોડ, મુ-મકતુપુર, ઊંઝાની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં બ્રાઉન પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જે જીરામાં ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળ્યું છે. 

ગોળની રસી સહિતનો જથ્થો જપ્ત કરાયો
તપાસ દરમિયાન સ્થળ પર “ગોળની રસી”નો ૧૦૦ લીટર જથ્થો,  “બ્રાઉન પાઉડર” નો  ૩૫૦ કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો ૬૩૦ કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો ૨૭૦૦ કિલોગ્રામ જથ્થો ટીમ દ્વારા સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્થળ પરથી જીરું- ૧, ગોળની રસી (એડલટ્રન્‍ટ) -૧, બ્રાઉન પાઉડર (એડલટ્રન્‍ટ) – ૧ અને ઝીણી વરિયાળી (એડલટ્રન્‍ટ) -૦૧ મળીને કુલ- ૪ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ગોળની રસીના જથ્થાનો સ્થળ પર જ વેપારી દ્વારા સ્વેચ્છાએ નાશ કરવામાં આવ્યો હતો અને બાકીનું બનાવટી જીરું, બ્રાઉન પાઉડર અને ઝીણી વરિયાળીનો કુલ ૩,૬૮૦ કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત રૂ. ૨,૧૪,૧૫૦નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

જીરુંમાં ભેળસેળ કેમ?

  • લોકોની પહેલી પસંદ છે ઊંઝાનું જીરું 
  • ઊંઝાના જીરાની લોકોમાં ખુબ માગ છે
  • બનાવટી જીરુંથી જીરુંના ઉંચા ભાવ મેળવવાનો શોર્ટકટ
  • જીરું કરતા વરિયાળી સસ્તી હોય છે 
  • વરિયાળીની સાઇઝ અને જીરુંની સાઇઝ એક સરખી હોવાથી ભેળસેળમાં આસાની
  • વરિયાળી પર પ્રોસેસ કરીને જીરું જેવું બનાવી લેવાય છે
  • ઊંઝાની જાણીતી બ્રાન્ડના નામે પણ વેચાય છે બનાવટી જીરું
  • અસલી જીરું સાથે પણ નકલી ભેળસેળ કરી દેતા હોય છે 
  • લોકોનો જીરુંનો ઉપયોગ થોડો હોવાથી ઝડપથી ભેળસેળની જાણ નથી થતી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ