બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fake cumin factory has been caught in Unjha in Mehsana, more than 12 thousand kg of cumin has been caught

તપાસ / ફૂડ વિભાગની મોટી રેડ! મહેસાણામાં 24 હજાર 720 કિલો બનાવટી જીરૂ ઝડપ્યું, અસલી-નકલીને ઓળખવું મુશ્કેલ, આ કીમિયો વાપર્યો

Dinesh

Last Updated: 08:14 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: મહેસાણાના ઊંઝામાં ગંગાપુરા રોડ પર શંકાસ્પદ 24 હજાર 720 કિલો જીરૂ ઝડપાયું , મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી 240 કિલો પાવડર મિક્સ, 630 લિટર ગોળની રસી, 5300 કિલો વરિયાળી લુઝ જપ્ત કરાઈ છે

  • મહેસાણામાં ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ઝડપાઈ ફેક્ટરી
  • 12 હજાર કિલોથી વધુનું જીરૂ ઝડપાયું
  • ફેક્ટરીમાલિકનો દાવો પશુઆહાર છે જીરૂ નહિ


મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગંગાપુરા રોડ પર શંકાસ્પદ 24 હજાર 720 કિલો જીરૂ ઝડપાયું છે. હલકી ગુણવત્તાની વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરના પાવડરથી બનાવાતુ જીરૂ હતુ. મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી હતી. 240 કિલો પાવડર મિક્સ, 630 લિટર ગોળની રસી, 5300 કિલો વરિયાળી લુઝ જપ્ત કરાયો છે. 

માલિક ધર્મેન્દ્ર પટેલે ફૂડ વિભાગ પર કર્યા આક્ષેપ
ફેક્ટરીના માલિકએ દાવો કર્યો છે કે, પશુઆહાર છે જીરૂ નહિં તેમજ મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકનો દાવો છે. પશુ આહાર બનાવવા માટે કોઈ પરવાનગી નહિ લીધી હોવાની પણ કબુલાત કરી છે. માલિક ધર્મેન્દ્ર પટેલે ફૂડ વિભાગ પર ખોટી રેડનો આક્ષેપ પણ કર્યો છે. 

માલિક ધર્મેન્દ્ર પટેલ​​​​

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર શું કહ્યું
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. 89 લાખની કિંમતના 31,000 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી શ્રી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું. 

પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો ૬૪૩ લીટર જથ્થો,  “મિક્ષ પાઉડર” નો  ૨૫૮ કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ ૪ નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

નકલી જીરૂ 
મહેસાણાનું ઊંઝા અને જીરું એટલે એકબીજાના પ્રયાય. એશિયાનું સૌથી મોટું જીરા માર્કેટ એટલે ઉઝા. જ્યાં જીરામાં ખેડૂતોના વિશ્વાસ રાખી સોદા કરે છે પણ ઊંઝાની આ ઓળખને નકલી જીરૂ બનાવતી ફેક્ટરીએ ઝાંખી પાડી છે. ઊંઝાના જીરાની વિશ્વભરમાં માંગ હોય છે જેનો ફાયદો ઉઠાવી કેટલાક લોકો નકલી જીરૂ બનાવી રહ્યાં છે

જીરૂમાં ભેળસેળ કેમ?
લોકોની પહેલી પસંદ છે ઊંઝાનું જીરૂ 
ઊંઝાના જીરાની લોકોમાં ખુબ માગ છે
બનાવટી જીરૂથી જીરૂના ઉંચા ભાવ મેળવવાનો શોર્ટકટ
જીરૂ કરતા વરિયાળી સસ્તી હોય છે 
વરિયાળીની સાઇઝ અને જીરૂની સાઇઝ એક સરખી હોવાથી ભેળસેળમાં આસાની
વરિયાળી પર પ્રોસેસ કરીને જીરૂ જેવું બનાવી લેવાય છે
ઊંઝાની જાણીતી બ્રાન્ડના નામે પણ વેચાય છે બનાવટી જીરૂ
અસલી જીરૂ સાથે પણ નકલી ભેળસેળ કરી દેતા હોય છે 
લોકોનો જીરૂનો ઉપયોગ થોડો હોવાથી ઝડપથી ભેળસેળની જાણ નથી થતી

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana News Unjha news નકલી જીરૂ ફૂડ વિભાગ ફૂડ વિભાગની કાર્યવાહી Mehsana news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ