બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A deal was made to send USA for 75 lakhs, a new revelation in the case of Sudhir Patel missing for seven months

વિદેશનો મોહ પડ્યો ભારે / 75 લાખમાં USA મોકલવાનો થયો સોદો, પછી પોલીસે પકડ્યા હોવાનુ કહ્યું: સુધીર પટેલ સાત મહિનાથી ગુમ હોવાના કેસમાં નવો ખુલાસો

Priyakant

Last Updated: 02:32 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: એજન્ટો દ્વારા સુધીર પટેલને 75 લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી થયું, એડવાન્સ 10 લાખ પણ લઈ લીધા, હવે સુધીર પટેલ 7 મહિનાથી ગુમ હોઇ ભાઈએ નોંધાવી ફરિયાદ

  • મહેસાણામાં વિદેશ વાંચ્છુક સાથે છેતરપીંડી
  • અમેરિકા જવા માંગતા સુધીર પટેલ સાથે છેતરપીંડી
  • 75 લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી થયું હતું
  • કબૂતરબાજ એજન્ટોએ એડવાન્સ 10 લાખ લીધા હતા

અમેરિકા જવા માંગતા મહેસાણાના હેડુવા રાજગર ગામના સુધીર પટેલ સાથે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, એજન્ટો દ્વારા સુધીર પટેલને 75 લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી થયું હતું. આ સાથે એજન્ટોએ એડવાન્સ સુધીર પટેલ પાસેથી 10 લાખ લીધા હતા. જોકે એજન્ટોએ ડોમેનિકની પોલીસે પકડ્યા હોવાની વાત કરી હતી. આ તરફ 7 માસ પહેલા અમેરિકા જવા નીકળેલ સુધીર પટેલ હાલ ગૂમ હોવાથી તેમના ભાઈએ 3 એજન્ટો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

ગેરકાયદેસર US  જવા નીકળેલો મહેસાણાનો યુવક ગુમ થયો છે. આ તરફ એજન્ટનું ડીંગુચા કનેક્શન સામે આવ્યું છે. હેડુવા રાજગર ગામના સુધીર પટેલ એજન્ટને 10 લાખ આપી અમેરિકા જવા નીકળ્યા હતા. ત્યારે 6 મહિનાથી ગુમ યુવકની સાથે 8 ગુજરાતીઓ પણ હોવાની વિગત સામે આવી હતી. બંને એજન્ટે 75 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપીંડી આચરી હતી. 6 મહિનાથી ગુમ હોવાની ફરિયાદ સુનિલ પટેલ નામનાં યુવકે લખાવી છે. 

75 લાખમાં ગુજરાત TO અમેરિકાનો સોદો 
વિદેશ જવાનો મોહ અનેક વાર મુશ્કેલી સર્જી શકે છે તેવી અનેક ઘટનાઓ સામે આવે છે. આમ છતાં પણ ગેરકાયદેસર અમેરિકા જવા માટે લોકો એજન્ટોના હાથે છેતરાતાં હોય છે. આવી જ એક ઘટનામાં મહેસાણાના હેડુવા રાજગર ગામના સુધીર પટેલ છેલ્લા 7 મહિનાથી ગુમ છે. બન્યું એવું કે, સુધીર પટેલને 3 એજન્ટએ અમેરિકાની મોકલવાની લાલચ આપી હતી. જે બાદમાં એજન્ટોએ એડવાન્સ સુધીર પટેલ પાસેથી 10 લાખ લીધા હતા. 

આ તરફ સુધીર સાથે કોઈ સંપર્ક નહીં થતાં એજન્ટોએ ડોમેનિકની પોલીસે પકડ્યા હોવાની વાત કરી હતી. જે બાદમાં 7 માસ પહેલા ગયેલો સુધીર પટેલ હાલ ગૂમ છે. આ તરફ સમગ્ર મામલે ગુમ થયેલા સુધીરના ભાઈએ દિવ્યેશ પટેલ, શૈલેષ પટેલ અને મહેન્દ્ર પટેલ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ