બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A complaint was registered against the Collector of Sabarkantha, Naimesh Dave, alleging wrongdoing in the land

સાબરકાંઠા / તલોદમાં 15 વીઘા જમી કાચી નોંધમાંથી પાકી નોંધ કરી?, કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ, ભૂ-માફિયા સાથે સાંઠ ગાંઢના આરોપથી હડકંપ

Dinesh

Last Updated: 09:14 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha news : સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે વિરુદ્ધ જમીનમાં ગેરરીતિ કરી હોવાની ફરિયાદ નોંધાતા જિલ્લામાં હંડકંપ મચ્યો છે, ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ નોંધાઈ

  • સાબરકાંઠામાં કલેક્ટર નૈમેશ દવે વિરુદ્ધ ફરિયાદ
  • કલેક્ટર વિરૂદ્ધ જમીનમાં ગેરરીતિ અંગે ફરિયાદ
  • સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ

 

Sabarkantha news : ગુજરાતમાં વધુ એક કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે વિરુદ્ધ જમીનમાં ગેરરીતિ કરી હોવાની ફરિયાદ નોંધાતા જિલ્લામાં હંડકંપ મચ્યો છે. અત્રે જણાવીએ કે, નૈમેશ દવે વિરુદ્ધ ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કલેક્ટર નૈમેશ દવે

ભૂ-માફિયા સાથે સાંઠ ગાંઠનો આરોપ
આપને વિગતે જણાવીએ કે, જે ફરિયાદમાં સરકારી તિજોરીને નુકસાન કરવાનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટના વકીલે પુરાવા સાથે ફરિયાદ કરી છે. તલોદમાં 15 વીઘા જમીન મામલે કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટર સહિત ચીટનીશ હર્ષ પટેલ ભૂ-માફિયા સાથે સાંઠ ગાંઢ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

વધુ એક કલેક્ટર પર ગેરરીતિનો આરોપ
રાજ્યમાં વધુ એક કલેક્ટર પર ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. અત્રે જણાવીએ કે, એસ કે લાંગા બાદ વધુ એક કલેક્ટર પર ગેરરીતિનો આક્ષેપ થયો છે. જો કે, અત્યારે તો સમગ્ર મામલે ફરિયાદ થઈ છે. પરંતુ આવનાર દિવસોમાં સમગ્ર બાબતે તપાસ હાથ ધરાશે તેવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ