બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A case of weapons being found in an uninherited car

કાર્યવાહી / ગાંધીનગરમાં ફ્લેટના પાર્કિંગમાંથી મળેલી હથિયારો ભરેલી કાર કોની હતી? પોલીસે કાર માલિકને અમદાવાદથી ઝડપ્યો

Dinesh

Last Updated: 09:17 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરગાસણમાં સ્વાગત એફોર્ડ સ્કીમમાં બિનવારસી કારમાંથી હથિયાર મળી આવવા મામલે કાર માલિક જીતેન્દ્ર પટેલની અમદાવાદથી ધરપરકડ કરાઈ છે.

  • બિનવારસી કારમાંથી હથિયાર મળી આવવાનો મામલો
  • જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિની ગાડી હોવાનો થયો હતો ખુલાસો
  • અમદાવાદથી આરોપી જીતેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી


સરગાસણ ખાતેથી હ‌િથયારો ભરેલી ‌બિનવારસી વર્ના કાર મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ પાસિંગની કારમાંથી હ‌િથયારોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે જાણવા મળ્યું કે નંબર પ્લેટ ખોટી છે. પોલીસે કારના ચેસીસ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને કાર માલિક જીતેન્દ્ર પટેલ હોવાનું ખુલ્યું હતું. પોલીસે જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.

જીતેન્દ્ર પટેલ

'અગાઉ આ આરોપી સામે ગુનો નોંધાઇ ચુક્યો છે'
બિનવારસી કારમાંથી હથિયાર મળી આવવા મામલે પોલીસે અમદાવાદથી જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. અત્રે તમને જણાવી દઈએ કે, જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિની ગાડી હોવાનો ખુલાસો થયો હતો. સરગાસણમાં સ્વાગત એફોર્ડ સ્કીમમાં બિનવારસી કાર પાર્ક હતી. જે સમગ્ર મામલે રેન્જ આઇજી અભય ચૂડાસમાએ જણાવ્યું કે, આટલા હથિયારો શા માટે લાવ્યો હતો તે બાબતે તપાસ ચાલુ છે અને પેન ડ્રાઈવ અને અન્ય ચીજો મળી આવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત ATSમાં પણ ગુનો નોંધાયેલો છે અને અગાઉ આ આરોપી સામે ગુનો નોંધાઇ ચુક્યો છે તેમજ સ્થાનિકોની જાણકારી બાદ ગુનો રજીસ્ટર થયો હતો.

રેન્જ આઈજી

હ‌થિયારો ભરેલી કાર મળી હતી
ગાંધીનગરની બોર્ડર પર આવેલા સરગાસણ ખાતેની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં હ‌િથયારો ભરેલી કાર મૂકીને ડ્રાઇવર નાસી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. પરેશભાઇ 7 મેના રોજ રાતના આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા ત્યારે સોસાયટીમાં સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં ઊભી હતી. પરેશભાઈએ સિક્યોરિટીનું ધ્યાન દોરતાં તેણે બેઝમેન્ટમાં જઇ તપાસ કરી હતી. બેઝમેન્ટમાં જીજે 1 આરજે 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કાર ઊભી હતી અને ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં તેઓ ભેગા થઈને કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ
પરેશભાઇએ કારની અંદર જોતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલનાં કારતૂસ જોવા મળ્યાં હતાં. પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલનાં પ્લાસ્ટિક 35 એમએમનાં 25 કારતૂસ મળી આવ્યાં હતાં. કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્તોલ, દેશી બનાવટના તમંચા, પિસ્તોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્તોલના કારતૂસ વગેરે મળી આવ્યાં હતાં. પોલીસ દ્વારા ક્રેનની મદદ લઈ હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી. હ‌િથયારો ભરેલી કાર મળતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ હતી. ઇન્ફો‌સિટી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે સીસીટીવીની મદદથી કારને બિનવારસી છોડી ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલા કારતૂસમાંથી ઘણા બધા બ્લેન્ક હોવાના કારણે ગુનાઈત પ્રવૃત્તિમાં આ હથિયારોનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા છે.

અનેક હથિયારો મળી આવ્યા હતાં
હથિયારો કેવી રીતે પહોંચ્યાં તેની તપાસ કરવાનું પોલીસે શરૂ કરી દીધું છે ત્યારે કંઇક ગુનાઈત કાવતરું ઘડાઇ રહ્યું હોવાનું પણ પોલીસનું માનવું છે. બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમના 57 કારતૂસ, બાર બોર રાઈફલનાં બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમનાં 50 કારતૂસ,રિવોલ્વર પોઈન્ટ 38 એમએમનાં 18 કારતૂસ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમનાં 7 કારતૂસ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમનાં 7 કારતૂસ, રિવોલ્વરના પોઈન્ટ 7.65 એમએમનાં 75 કારતૂસ, રિવોલ્વર પોઈન્ટ ૩ર એમએમનાં બ્લેન્ક 2 કારતૂસ, પિસ્તોલનાં 9 એમએમનાં બ્લેન્ક 27 કારતૂસ, દેશી બનાવટની કાળા કલરની મેગેઝિન સાથેની પિસ્તોલ, દેશી બનાવટની લાકડાવાળી પિસ્તોલ, દેશી બનાવટના બે તમંચા, પિસ્તોલનાં 3 ખાલી મેગેઝિન, 4 પેન ડ્રાઈવ, મેમરીકાર્ડ અને કાર્ડ રીડર અને કાર સહિત કુલ રૂ. પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ