બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A case of murder of a youth with a sharp weapon in Bapunagar

અમદાવાદ / બાપુનગરમાં ખૂની ખેલ: બોલાચાલીમાં લાફો માર્યો તો પતાવી દીધો.! પિતા-પુત્રોએ પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી હુલાવી દીધી, 3 ઝબ્બે

Kishor

Last Updated: 06:18 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાપુનગરમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કેસમાં પોલીસે પિતા અને 2 પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફરિયાદી પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને મૃતક હિસ્ટ્રીશીટર હોવાનું તપાસમાં ખુલ્યું છે.

  • બાપુનગરમાં સામાન્ય બોલાચાલી બાદ યુવાનની હત્યા
  • હત્યાનુ કારણ જૂની અદાવત હોવાનુ સામે આવ્યુ
  • પિતા અને પુત્રોએ ભેગા મળી કરી હત્યા 

અમદાવાદના બાપુનગરમાં યુવાનને છરીના ઘા જી કિંમતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આરોપી જમાલ અહેમદ શેખ, છોટુ જમાલ અને અલતમસ જમાલ નામના પિતા પુત્રએ ઝઘડાની આદાવતમાં બાપુનગરમાં રહેતા મોહમદ શાહિદ ઉર્ફે ટીટોડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીઓએ એક સંપ કરી યુવકનું છરી અને લાકડીના ફટકાના ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું હતું. જેમાં મૃતક શાહિદ ઉર્ફે ટીટોડી અને આરોપીઓ બાપુનગરની મણિલાલ મધુરદાસની ચાલીમાં રહે છે. મૃતક મોહમદ શાહિદએ આરોપી જમાલ એહમદના પુત્ર છોટુ અહેમદને સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં શાહિદએ છોટુને લાફો માર્યો હતો.જેની અદાવત રાખીને આરોપી પિતા જમાલ અહેમદ અને ત્રણ પુત્રોએ ભેગા મળીને  મોહમદ શાહિદને રોડ પર તેની સાથે ઝઘડો કરી છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી.

A case of murder of a youth with a sharp weapon in Bapunagar

16 જેટલા ગુના નોંધાયા

આરોપી જમાલ અહેમદ શેખ અને તેના ત્રણ પુત્રો છોટુ જમાલ અને અલ્તમસ જમાલએ તેમજ સગીર દીકરાની પોલીસે ધરપકડ કરી છે..લજેમાં આરોપી અલતમસ વિરુદ્ધ એક ગુનો નોંધાયો છે.. જ્યારે મૃતક શાહિદ હિસ્ટ્રીશીટર છે. તેની વિરુદ્ધ મારામારી, ચોરી નાર્કોટિક્સ સહિત ના 16 જેટલા ગુના નોંધાયા છે. આ કેસના ફરિયાદી પણ ગુનાહિત ઇતિહાસ ઘરાવે છે અને તેની વિરુદ્ધ પણ 9 ગુના નોંધાયા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બાપુનગર રોડ પર મોહમદ શાહિદની હત્યા કરવા રાહ જોઇને બેઠા હતા.

તું પોલીસને બાતમી આપે છે' કહી બાપુનગરમાં બાતમીદારના ગળા પર યુવકે ઝીંકી દીધા  છરીના ઘા, ફરિયાદ દાખલ | In Bapunagar a youth inflicted knife wounds on an  informer neck a ...

બાપુનગર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી

 તેવામાં જ મૃતક શાહિદ ઘર પાસેથી પસાર થયો અને આરોપી પિતા-પુત્રોએ બીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરવાની શરૂ કરી હતી. જે બાદ આરોપી પિતા જમાલ અહેમદ તેનો પુત્ર છોટુ જમાલ પોતાની પાસેના લાકડાના દંડાથી મોહમદ સાહિદ માથામાં એક એક ફટકો મારી નીચે પાડી દઈ આરોપી અલ્તમસ જમાલ અને સગીર બન્ને જણાએ પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી મોહમદ સાહિદ ઉપરા છાપરી છરીના ધા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બાપુનગર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ