બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A case of farmer's suicide in Halvad of Morbi district

મોટો ઘટસ્ફોટ / 'જાનથી મારી નાખવાની ધમકી આપે છે...' વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ટ્રેક્ટર નીચે પડતું મુકી હળવદના ખેડૂતે કર્યો આપઘાત

Malay

Last Updated: 02:06 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદના નવા માલણીયાદના ખેડૂતના આપઘાત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ખેડૂતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

 

  • મોરબી જિલ્લાના હળવદમાં ખેડૂતના આપઘાતનો મામલો
  • વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આપઘાત કર્યો હોવાની સ્યુસાઈડ નોટ મળી
  • નવા માલણીયાદમા ખેડૂતે ટ્રેક્ટર ટ્રોલી નીચે પડતું મુકીને કર્યો હતો આપઘાત

હળવદના માલણીયાદ ગામે ખેડૂતના આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ખેડૂતે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં મૃતક ખેડૂતે 9 વ્યાજખોરોના નામ લખ્યા છે. 

વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત
સ્યુસાઈડ નોટમાં વ્યાજખોર દરરોજ મારવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, નવા માલણીયાદમાં ખેડૂતે ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો. જોકે, હજુ સુધી આ મુદે પોલીસે ફરીયાદ નોંધી નથી

ટ્રેક્ટર નીચે પડતું મુકી કર્યો હતો આપઘાત
ગત 21 ડિસેમ્બરના રોજ હળવદના નવા માલણીયાદ ગામ ખાતે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર નામના 56 વર્ષીય આધેડે મોબાઈલમાં વાત કરતા કરતા રસ્તા પરથી પસાર થતાં ટ્રેક્ટરની આડે પડતું મુક્યું હતું અને તેમના શરીર પરથી ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળવાના કારણે તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે  પોલીસે તપાસ હાથ ધરી હતી.

મૃતકના પરિવારજનોએ કરી આ માંગ
જોકે, હાલ મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસને પરિવારજનોએ અરજી કરી છે. સ્યુસાઈડ નોટમાં નવ શખ્સોના નામ લખવામાં આવ્યા છે. તે તમામની સામે ગુનો નોંધવામાં આવે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ