બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A brawl between two deans in Gujarat Vidyapeeth is a point of discussion

વિરોધ પ્રદર્શન / ગૂજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાં: સત્તાધીશો સામે વિદ્યાર્થીઓએ છેડ્યું આંદોલન, તો બીજી બાજુ અધ્યાપકો પણ સામસામે

Vishal Khamar

Last Updated: 06:05 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. ત્યારે સત્તાધીશોની મનમાની સામે વિદ્યાર્થીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે તો બે ડીન વચ્ચે પ્રાર્થના સભામાં બોલાચાલીનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

  • ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની ગાંધીગીરી
  • વિદ્યાપીઠના સત્તાધીશો સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું
  • ગુજરાત વિદ્યાપીઠના માળખાને તોડવાનું કામ સરકારે કર્યુ છેઃ ડો.મનીષ દોશી
  • અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપકો વચ્ચે બોલાચાલી

 ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી સર્વધર્મ પ્રાર્થના ઉપર એકાએક સત્તાધીશો દ્વારા રોક લગાવવામાં આવ્યો છે. ત્યારે સત્તાધીશોનાં આ જોહુકમી નિર્ણય સામે ગૂજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગો વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટીધારણ કરી તેમજ રેટીયોકાતિને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનાં અવાજનો દબાવા માટે વિદ્યાપીઠનાં સત્તાધીશો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સત્તાધિશોની મનમાની સામે વિદ્યાર્થીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.  

વિદ્યાર્થીઓ તરફથી હજુ સુધી મને કોઈ રજૂઆત આવી નથીઃ નિખિલ ભટ્ટ (કાર્યકારી કુલસચિવ)
ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ મામલે ગૂજરાત યુનિવર્સિટીનાં કાર્યકારી કુલસચિવ નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે,  જે મેટર છે તે બે ડિપાર્ટમેન્ટની મેટર છે. અને તે ડીનનાં અન્ડરમાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ તરફથી હજુ વહીવટીય વિભાગમાં હજુ કોઈ રજૂઆત આવી નથી. એ લોકોએ જે રજૂઆત કરી છે તે ડીન કક્ષાએ કરી છે. કોઈ વિદ્યાર્થીને ઉપાસના કરતા રોકી ન શકાય અને રોકવામાં આવ્યા છે તેવી કોઈ માહિતી મારી પાસે આવી નથી. કોઈ પણ મુદ્દો હોય તો તેનો વાટાઘાટોથી તેનો નિર્ણય લાવી શકાય છે. 

નિખિલ ભટ્ટ (કાર્યકરી કુલસચિવ ગુજરાત વિદ્યાપીઠ)

કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા
ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ મામલે કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠનાં માળખાને તોડવાનું કામ સરકારે કર્યું છે. 

ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપકો વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ
અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ત્યારે 2 ડિનનો પ્રાર્થનાં સભામાં ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. હિંદી વિભાગ અને અર્થશાસ્ત્ર વિભાગનાં હેડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રામ ગોપાલ સિંહ અને નિમિષા શુક્લ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ઉગ્ર બોલાચાલીથી પ્રાર્થનાખંડની શિસ્તતા ખોરવાઈ હતી. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ