બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A big statement from the Ministry of Health of India regarding the disease spread in China

તૈયારી / 'ભારત કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર', ચીનમાં ફેલાયેલ બીમારીને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 04:06 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

China Pneumonia Case: ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે

  • ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ 
  • ઝડપથી વધી રહી છે હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા
  • ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર છે નજર: ભારત 

ચીનમાં કોરોના બાદ હવે એક અન્ય મુશ્કેલી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતા આરોગ્ય અધિકારીઓ ચિંતાતુર બન્યા છે. 

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં ચીનમાં ઉભરી રહેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસો સાથે ભારતમાં શ્વસન સંબંધી રોગ ફેલાવાનું ઓછું જોખમ છે. ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે. 

દર્દીઓની વધતી સંખ્યા એ ચિંતાજનક સ્થિતિ
નોંધનિય છે કે,  દર્દીઓની વધતી સંખ્યા એ ચિંતાજનક સ્થિતિ છે જે કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. આરોગ્ય અધિકારીઓમાં ચિંતા ઉભી થઇ છે. મોટા ભાગના બાળકો આ રોગનો ભોગ બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એલર્ટ કરી દીધું છે. તેણે પહેલેથી જ ચીનને વધુ માહિતી આપવા માટે કહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં થયો વધારો
WHO કહે છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સમાન સમયગાળાની સરખામણીમાં ચીનમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓ વધી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે, ઈન્ફલ્યુએન્ઝા અને સામાન્ય બેક્ટેરિયલ ચેપનો ફેલાવો એટલે કે કોવિડ-19ના પગલાંને દૂર કરવાથી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સહિત બાળકોને અસર કરતી શ્વસન સંબંધી બીમારીઓમાં વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ