બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / 'A Bapa Vahi Gaya...', finally how did this old man get pulled into the raging stream? How the rescue was done, know the entire incident

આપવીતી / 'એ બાપા વહી ગયા...', આખરે કઇ રીતે ધમસમતા પ્રવાહમાં તણાયા આ વૃદ્ધ? કેવી રીતે કરાયું રેસ્ક્યુ, જાણો સમગ્ર ઘટનાક્રમ

Vishal Khamar

Last Updated: 08:07 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં પડેલ ભારે વરસાદનાં કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ત્યારે ગત રોજ પુરમાં અનેક કારો તણાઈ જવા પામી હતી. જેમાં એક વૃદ્ધ પણ પાણીનાં પ્રવાહમાં કાર સાથે તણાયા હતા. જેઓનો આબાદ બચાવ થયો હતો.

  • જૂનાગઢમાં થયો હતો જળપ્રલય
  • વરસાદમાં એક વૃદ્ધ વ્યક્તિ તણાયા હતા
  • પોલીસે જીવના જોખમે વૃદ્ધને બચાવ્યા
  • પોલીસની ખૂબ જ સરાહનીય કામગીરી

 ત્રણ દિવસ પહેલા જૂનાગઢ ખાતે પડેલ મૂશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. ભારે પડેલ વરસાદનાં કારણે જૂનાગઢમાં આવેલ પૂરનાં કારણે જનજીવન પણ અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું હતું. પૂરમાં ગાડીઓની સાથે સાથે માણસો પણ તણાયા હતા. પૂરનાં એક વૃદ્ધ પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા વૃદ્ધ તણાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પિતાને પાણીનાં વહેણમાં તણાતા જોઈ બે-ત્રણ યુવતીઓએ ચીસા ચીસ કરી મુકી હતી. પરંતું રામ રાખે એને કોણ ચાખે એવા ધસમસતા પ્રવાહમાંથી પણએ વૃદ્ધ બચીને બહાર આવ્યા હતા. ત્યારે vtv સાથે તેના પરિવારજનોએ વાત કરીને જણાવ્યું હતું કે હાલ પિતાની તબિયત એકદમ સ્વચ્થ છે.  અમારા તો જીવતા તાળવે ચોંટી ગયા હતા. પરંતુ પિતા સૌ પ્રથમ કારની બોનેટ પર ચડી ગયા હતા અને ત્યારબાદ એક વાડીમાં વૃક્ષ પકડી અને બે કલાક બેઠા રહ્યા હતા અને જીવ બચ્યો હતો.  જોકે જૂનાગઢ પોલીસે આ વૃદ્ધને બચાવી લીધા હતા. આ વૃદ્ધના રેસ્ક્યૂ પછીની તસવીરો પણ ખૂબ જ વાઇરલ થઈ અને જૂનાગઢ પોલીસનાં પણ ભરપેટ વખાણ થયાં. પરંતુ જેમણે કલાકો સુધી મોત સામે બાથ ભીડીએ વૃદ્ધ છે કોણ છે? તેઓ કેવી રીતે ધમસમતા પ્રવાહમાં પહોંચી ગયા અને કાર સાથે તણાઈ ગયા પછીનો ઘટનાક્રમ શું હતો? આ તમામ બાબતે આ વૃદ્ધે પોતે અને પુત્ર ધવલે Vtv ને વાત કરી હતી.


મારી દુકાનની આસપાસ પણ પાણી એટલું બધુ ન હતું 
લગભગ દોઢ કલાક સુધી જીવન અને મોત વચ્ચે ઝઝૂમનાર વૃદ્ધનું નામ વિનોદભાઇ ટેકચંદાની છે.  જેઓ 1986થી જૂનાગઢમાં રહીએ છીએએ પહેલાં પોરબંદર ખાતે રહેતા હતા. મારી જૂનાગઢમાં આલ્ફા ત્રણ પાસે એક દુકાન છે. જેમાં હું સમોસાંથી લઈને નાસ્તાના નાનાં-મોટાં પેકેટ્સ વેચું છું.' એ દિવસે પણ મેં દોઢ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી હતી. ત્યારે વરસાદ ઓછો હતો અને મારી દુકાનની આસપાસ પણ પાણી એટલું બધું ન હતું. એટલે મેં દોઢના ટકોરે જ દુકાન બંધ કરી અને સાઇકલ લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો.'

વિનોદભાઈ ટેકચંદાની લગભગ દોઢ કલાક સુધી જીવ અને મોત વચ્ચે ઝઝૂમતા રહ્યા

1986 થી જૂનાગઢમાં રહેતા તે પહેલા તેઓ પોરબંદર ખાતે રહેતા હતા. ત્યારે વિનોદભાઈ ટેકચંદાની લગભગ દોઢ કલાક સુધી જીવ અને મોત વચ્ચે ઝઝૂમતા રહ્યા હતા.  વધુમાં વિનોદભાઈએ જણાવ્યું હતું કે તેઓની જૂનાગઢમાં આલ્ફા ત્રણ પાસે એક દુકાન છે. જ્યાં તેઓ સમોસાથી લઈ નાસ્તાનાં નાના-મોટા પેકેટ વેચે છે. ત્યારે જે દિવસે વરસાદ પડ્યો તે દિવસે પણ મેં દોઢ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી હતી. વરસાદ ઓછો હતો અને મારી દુકાનની આસપાસ પણ પાણી એટલું બધુ ન હતું. એટલે હું દોઢનાં ટકોરે જ દુકાન બંધ કરી અને સાયકલ લઈને ઘરે જવા નીકળ્યો હતો. 

ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ જોઉં છુંઃ વિનોદભાઈ

વધુમાં વિનોદભાઈએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં છેલ્લા 37 વર્ષથી હું ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ જોઉં છું. ત્યારે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. દર વર્ષે આવી પરિસ્થિતિ તો સર્જાય જ છે. પરંતું પરિસ્થિતિ સામાન્ય સમજીને હું આગળ વધી રહ્યો હતો. પાણીનો પ્રવાહ વધતા સાયકલ પર સંતુલન જાળવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. જે બાદ હું ચાલતા ચાલતા મારા ઘર તરફ આગળ વધી રહ્યો હતો. 


સેફ્ટી દિવાલ તૂટી જતા પાણી ફરી વળ્યા
સાયકલ મુકીને હું ચાલતો ઘરે જઈ રહ્યો હતો. ત્યારે હું આલ્ફા 2 નાં ગ્રાઉન્ડ પાસે ડ્રીમ લેન્ડ સોસાયટી પાસે પહોંચ્યો હતો. જ્યાં 40 થી 50 ફૂટની સેફ્ટી વોલ બનાવવામાં આવી હતી. ત્યારે કાળવામાં પાણી એટલું બધું આવ્યું કે સેફ્ટી દિવાલ તૂટી ગઈ હતી. દીવાલ તૂટી જવાનાં કારણે પાણીનો ઘસમસતો પ્રવાહ વહી રહ્યો હતો.  જેથી મને ધક્કો વાગ્યો હતો અને મારૂ સંતુલન બગડી રહ્યું હતું. ત્યારે હું પાણીમાં તણાવા લાગ્યો હતો. 

ધસમસતા પાણીનાં પ્રવાહમાં ગાડીઓ તણાઈ રહી હતીઃ વિનોદભાઈ
પાણીનાં ધસમસતા પ્રવાહમાં હું તણાવા લાગ્યો હતો. ત્યારે હું તણાતો હતો તે દરમ્યાન મારી નજર સામે એક સફેદ કલરની ગાડી પડી હતી. જે ગાડી પાસે માંડ માંડ પહોંચવામાં સફળ રહ્યો હતો.  જે બાદ હું ગાડી પકડીને ઉભો રહ્યો હતો. તેમજ પાણી બે થી ત્રણ ફૂટ ઉપરથી વહી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં હું કોઈ પણ બાજુ જઈ શકું તેમ ન હતું. ત્યારે ધસમસતા પાણીનાં પ્રવાહમાં અનેક ગાડીઓ તણાઈ રહી હતી. જે મેં જોયું હતું. અચાનક જ પાણીનો પ્રવાહ વધતા હું હિમ્મત કરીને ગાડી પર ચડી ગયો હતો. ત્યાર બાદ એક વાડીમાં જઈ અને વૃક્ષ પકડી લીધું હતું.  જે બાદ મેં મારા દિકરીને ફોન કરીને તેઓની સાથે આ રીતનો બનાવ બન્યો હોવાની વાત કરી હતી. 


બંને ભાઈઓ પિતાને શોધવા નીકળ્યા હતા
આ બાબતે વિનોદભાઈનાં દીકરા ધવલ ટેકચંદાણીએ જણાવ્યું હતું કે, આશરે ચાર વાગ્યાનો સમય હતો. હું ઘરની બહાર હતો. ત્યારે મારા નાના ભાઈનો ફોન આવતા હું ઘરે પહોંચી ગયો હતો. જે બાદ અને બંને ભાઈઓ પિતાની શોધખોળ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે ધવલ ટેકચંદાનીએ જણાવ્યું હતું કે એક દીવાલ તૂટેલી હતી ત્યાં જઈનો જોયું તો દૂરથી મારા પપ્પા દેખાતા હતા. જે બાદ અમે ત્રણ-ચાર લોકોએ માનવ સાંકળ રચી મારા પપ્પાને બચાવવા પહોંચ્યા હતા. અમે નજીક પહોંચીએ તે પહેલા તો પોલીસ જવાનોએ મારા પપ્પાને રેસ્ક્યું કરી બચાવી લીધા હતા. 
વિનોદભાઈને નાની મોટી ઈજાઓ થઈ હતી
વિનોદભાઈને પૂરમાં તણાઈ જતા ઈજાઓ પહોંચી હતી. ત્યારે તેઓને રાત્રીનાં સમયે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. વિનોદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે ગુજરાત પોલીસે મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો હતો. જેમનો હું આભાર માનું છું. તેમજ હર્ષ સંઘવીએ પણ મારા રેસ્ક્યું વિશે પોલીસનાં વખાણ કર્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ