7th pay commission good news for central government employees soon da may increase by rs 4 percent
ગુડ ન્યૂઝ /
સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, 7માં પગારપંચ અનુસાર હવે આ ભથ્થામાં થઈ શકે છે મોટો વઘારો
Team VTV07:31 AM, 09 Feb 21
| Updated: 07:36 AM, 09 Feb 21
7માં પગારપંચની ભલામણને આધારે સરકારી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 4 ટકા સુધી વધી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓને થશે ફાયદો
વધી શકે છે મોંઘવારી ભથ્થુ
મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની શક્યતા
ઘણા સમયથી પગાર વધારાની રાહ જોનારા લાખો સરકારી કેન્દ્રીય કર્મચારીને મોટો ફાયદો થઈ શકે છે. સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની મંજૂરી આપી શકે છે. આ મંજૂરીનો અમલ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મળી શકે તેવી શક્યતાઓ રાખવામાં આવી રહી છે.
આ રીતે મળશે ભથ્થુ
કેન્દ્ર સરકાર 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સને માટે ફેબ્રુઆરી 2021માં મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે, 1 જુલાઈ 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થુ અપાશે નહીં. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ એપ્રિલ 2020 માં કોરોના સંકટને લીધે મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રની ઘોષણા મુજબ કેન્દ્રીય કર્મચારીઓને જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું મળશે નહીં.
આટલો થઈ શકે છે વઘારો
મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની શક્યતા સેવાઈ રહી છે. એટલે કે હવે સરકારી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 21 ટકા સુધી થઈ શકે છે. અગાઉ કોરોના સંકટને લઇને સરકારે મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દીધી હતી. પરંતુ હવે કોરોના વેક્સિન આવતા અર્થવ્યવસ્થામાં આવેલા સુધારાને કારણે કર્મચારીઓને આ લાભ મળી શકે છે. આ કર્મચારીઓની આશા હવે વઘી છે અને સાથે જ સરકાર જલ્દી કર્મચારીઓને આ માટેની રાહત આપશે.
અગાઉ સરકારે કોરોનાના કારણે આપી હતી આ છૂટ
અગાઉ સરકારે કોરોના સમયમાં કર્મચારીઓને કેટલાક મંત્રાલયોને ઘરેથી કામ કરવાની છૂટ પણ આપી હતી. હવે સરકાર આ કર્મચારીઓને કોરોના વાયરસના સંકટના કારણે અટકેલા તેમના ભથ્થામાં વધારો કરી આપવાની વિચારણા કરી રહી છે. જેનાથી કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે.