બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / 68 year old wife has immoral relations with several male friends demands divorce

65 વર્ષે જવાની ખિલી / 'મારે એક નહીં 50 પુરૂષો સાથે સંબંધ છે કહીં પત્નીએ 75 વર્ષના વૃદ્ધ પતિને ઘરમાંથી કાઢી મુક્યા..' અમદાવાદમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસ

Kishor

Last Updated: 12:01 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છુટ્ટાછેડાઓનો ભાગ્યે જ કહી શકાય તેવો ચોંકાવનારો અને અવિશ્વસનીય કિસ્સો સામે આવ્યો છે. જેમાં 'મારે એક નહીં 50 પુરૂષો સાથે સંબંધ છે' તેમ કહીં પત્નીએ વૃદ્ધ પતિને ઘરમાંથી કાઢી મૂક્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

  • અમદાવાદમાં છુટ્ટાછેડાઓનો ભાગ્યે જ કહી શકાય તેવો ચોંકાવનારો કિસ્સો
  • મારે 50 પુરૂષો સાથે સંબંધ છે' તેમ કહીં પતિને ઘરમાંથી કાઢી મૂક્યા
  • વૃદ્ધ પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગવા અરજી કરી

અમદાવાદના રેર ઓફ ધી રેર કહી શકાય તેવા છુટ્ટાછેડાની વાત કરવામાં આવે તો 75 વર્ષના લાલદાસ હરિયાણી (નામ બદલ્યું છે) અમદાવાદમાં આવેલ ડ્રાઇવ ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહે છે. લાલદાસ હરિયાણી ટીબી, અસ્થમા, કેન્સર, બ્લડ પ્રેશર અને આર્થરાઇટીસ સહિતના રોગ ભોગવે છે. જે મૂળ જસદણના વતની અને વર્ષ 1969માં તેઓ જસદણથી અમદાવાદ આવ્યા હતા અને એ સમયે તેમને GIDCમાં ચોથા વર્ગના કર્મચારીની નોકરી મળી હતી.

Family Court in Income Tax,Ahmedabad - Best Government Organisations in  Ahmedabad - Justdial

વર્ષ 1978માં લાલદાસ હરિયાણી પ્રથમ લગ્ન થયા હતા. લગ્ન બાદ ઘરેલુ ઝધડાઓ થતા હતા અને તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા. વચ્ચે તેમણે 20 વર્ષ દુરદર્શનના આકાશવાણી કાર્યક્રમમાં ગાયન પણ કર્યું હતુ. આ દરમિયાનવર્ષ 1980માં લાલદાસ હરિયાણીનો પરિચય પૂજા (નામ બદલ્યું છે) સાથે થયો હતો. ત્યારબાદ લાલદાસ હરિયાણીએ પોતાની જ ઓફિસમાં પૂજાએ નોકરીએ પણ રખાવ્યા હતા. આ દરમિયાન લાલદાસ હરિયાણીએ હરિદાસના ઘર કંકાસનો ખ્યાલ આવતા પૂજાએ લાલદાસ હરિયાણીનું બ્રેઇનવોસ કર્યુ અને અધિકારીઓ સાથે સંબંધ સારા થઇ ગયા હોવાથી લાલદાસ હરિયાણીને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાની ધમકીઓ આપી અને અંતે લાલદાસ હરિયાણીએ પહેલી પત્ની સાથે વર્ષ 1986માં છુટ્ટાછેડા લિધા હતા અને પૂજા સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ પત્ની કહેતી કે તમારા નામે ફ્લેટ કે મિલકત લઇશું તો પ્રથમ પત્નીથી જે દિકરો પારસ હતો  તે ભાગ માગશે જેથી તેમણે ઇન્દ્રપ્રસ્થનો ફ્લેટ પત્ની નામે ખરીદ્યો હતો.

ઇન્દ્રપ્રસ્થનો ફ્લેટ પત્નીના નામે ખરીદ્યો
લગ્ન થયા બાદ લાલદાસ હરિયાણીની મહેસાણા બદલી થઇ હતી જેથી તેઓ અપડાઉન કરતા એ દરમિયાન પણ તેમને અડોસ પડોસના લોકો કહેતા કે તમે મહેસાણા જાવ છો ત્યારે ઘણા બધા પુરૂષો અહીં ઘરે આવે છે પણ તેઓએ દરકાર લિધી ન હતી. સમયજતા વર્ષ 2013માં હરિદાસ નિવૃત્ત થતા પત્ની પૂજાનો ત્રાસ શરૂ થયો અને નોકરની જેમ ઘરન લાલદાસ પાસે કામ કરાવતા હતા. વર્ષ 2021માં પૂજાએ બપોરે 3 વાગ્યે તૈયાર થઇને ઘરની બહાર જતા અને મોડી રાત્રે પરત આવતા હતા. જેથી એક દિવસ લાલદાસે પુછ્યુ કે આટલા તૈયાર થઇને ક્યા જાવ છો તો પૂજાએ કહ્યું હતુ કે મારે 50 લોકો સાથે સંબંધ છે. જેને લઇને લાલદાસ પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. 

વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ
આ હરકતથી લાલદાસ હરિયાણીએ પૂજાની ગેરહાજરીમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરતા અનેક પુરૂષો સાથે સંબંધો હોવાનું ખુલ્યુ હતુ. જેમાં અનેક અશ્લિલ ચેટો પણ જોવા મળી હતી. બાદમાં લાલદાસ હરિયાણીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેમાં 


1- યોગીન ઉપાધ્યાય
2- હેમંત શાહ
3- ધવલ સોની
4- આર સચીન
5- ખુરશેદ ભરુચા
6- સુરેશ નિર્મલ
7- અગત્સ્ય ભટ્ટ
8- સુકૃત મહેતા
9- સંજય ગજ્જર (વડગામા)

આ 9 લોકોમાંથી યોગીન ઉપાધ્યાય પૂજાથી 30 વર્ષ નાની વયનો છે અને તેની સાથે પુજાબેન કરેલી ચેટ અને રોકડની આપ લે કરેલ છે. અન્ય વ્યક્તિઓ સાથે પણ બીભત્સ ચેટ કરેલી હોવાનું બહાર આવ્યું હતું.

75 વર્ષીય હરિદાસએ અનૈતિક સંબંધોના પુરાવા રજૂ કર્યા 
બાદમાં 75 વર્ષના વૃદ્ધ લાલદાસ હરિયાણી આ તમામ બાબતોથી અંત્યંત નિરાશામાં હતા એવામાં 20-7-2023ના રોજ અડધી રાત્રે તેની પત્ની પૂજાએ ઘરની બહાર કાઢી મૂકતા લાલદાસ હરિયાણીએ વકીલની મદદથી અમદાવાદની ફેમિલી કોર્ટમાં પત્નીની ક્રૂરતા અને વ્યભિચારથી ત્રસ્ત થઇને છૂટાછેડા માટે અરજી કરી છે. વૃદ્ધે ફેમિલી કોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે તેની બીજી પત્ની અને તેના 10થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ પચાવી પાડ્યો છે અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તેની બીજી પત્ની હાલ 68 વર્ષની છે તેના અનેક પુરુષ મિત્રો સાથે અનૈતિક સંબંધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પત્ની રોજ બપોરે તૈયાર થઇને ઘરની બહાર જતી રહે છે અને રાત્રે 11.30 - 12 વાગે આવે છે. ઘરનાં તમામ કામ પતિ પાસે કરાવે છે.. 75 વર્ષીય લાલદાસ હરિયાણીએ કોર્ટ સમક્ષ અનૈતિક સંબંધોના પુરાવા પણ રજૂ કર્યા છે.

મિલકત આર્મીને ડોનેટ કરી દેશે

વૃદ્ધ નિવૃત્ત થતાં તેમની 50 લાખની બચત અને સોના-ચાંદીના દાગીના પચાવી પાડનાર વૃદ્ધાએ થોડા દિવસ પહેલાં પતિને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગવા અરજી કરી લાલદાસ હરિયાણીએ કહ્યું હતુ કે તેઓ પોતાનો ફ્લેટ વહેચી તેની રકમ આવશે તો આર્મીને ડોનેટ કરી દેશે અથવા તો ક્યાય દાન કરી દેશે પણ તેમની પત્ની સાથે ફરતા લુખ્ખાઓના હાથમાં નહીં આવવા દે!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ