બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / 6 lifestyle habits can cause infertility in men and women

Infertility / ધુમ્રપાનથી લઈને વધારે પડતું ટેન્શન... આજે જ છોડી દેજો આ 6 ટેવ, ભવિષ્યમાં બાળક પેદા કરવામાં આવે છે અડચણો

Bijal Vyas

Last Updated: 02:28 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ઘણા ફાયદા પણ થાય છે પરંતુ આ જીવનશૈલીની કેટલીક ખરાબ આદતો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરે છે.

  • જીવનશૈલીની બદલાતા વાતાવરણ મહિલાઓ અને પુરુષોમાં વંધત્વમાં યોગદાન આપનારા ફેક્ટરમાંથી એક છે
  • ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવાથી લીવર અને ફેફસાંને નુકસાન થાય છે

Infertility in men and women: આપણી આસપાસનું વાતાવરણ સતત બદલાઇ રહ્યું છે. તેની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઇ રહી છે. તો બીજી તરફ મેડિકલનું નવીનીકરણ થઇ રહી છે. ત્યાં વંધત્વના કિસ્સા વધી રહ્યાં છે. હેલ્થ એક્સપર્ટનું માનવુ છે કે, ખરાબ જીવનશૈલી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનશૈલીની બદલાતા વાતાવરણ મહિલાઓ અને પુરુષોમાં વંધત્વમાં યોગદાન આપનારા ફેક્ટરમાંથી એક છે.  એવી રોજબરોજની આદતો વિશે વાત કરશો તો વંધત્વને વધારે છે. આ આદતો બંને પુરુષો અને મહિલાઓમાં હોય છે. 


ધૂમ્રપાન અથવા તમાકુનુ સેવન
ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવાથી લીવર અને ફેફસાંને નુકસાન થાય છે સાથે જ તેનાથી હોર્મોનના સ્તરમાં પણ ફેરફાર થાય છે. સાથે જ આ આદત પ્રજનન પ્રણાલીને પણ નુકસાન કરે છે તેના કારણે પુરુષો અને મહિલાઓની ફર્ટીલિટી ઓછી થઈ જાય છે. 

મા બનવા માટે મહિલાઓને આવી રહી છે સમસ્યા તો કરો આ કામ | how to treat  infertility problem in women

દારુનું સેવન
દારુનું સેવન કરવાથી પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા પ્રભાવિત થાય છે. સાથે જ જો મહિલા પણ દારુનું સેવન કરતી હોય તો ઓવલ્યુશન અને ફર્ટિલિટી પ્રભાવિત થાય છે.


વધારે પડતુ વજન
ઈન્ફર્ટિલિટી નું ત્રીજું કારણ વધારે વજન છે.. વજન વધે છે તો તેનાથી ઇન્ફર્ટિલિટી નું જોખમ પણ વધે છે. વધારે વજન ના કારણે બ્લડ સુગર અને હાર્ટની બીમારી થવાનું જોખમ પણ વધે છે. તેનાથી હોર્મોનના સ્તરમાં પણ ફેરફાર થાય છે.

ખરાબ આહાર
જે લોકો આહારમાં ફેટ, પ્રોસેસ ફૂડ અને ફાસ્ટ ફૂડનું વધારે સેવન કરે છે તેમના શરીરમાં પોષક તત્વોની ઉણપ રહી જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ અને પુરુષો બંનેની ફર્ટીલિટી પ્રભાવિત થાય છે.

બેઠાડું જીવન
જે લોકોની જીવનશૈલી બેઠાડું હોય છે એટલે કે તેઓ મોટાભાગનો સમય એક જગ્યાએ બેસીને પસાર કરતા હોય અને શારીરિક શ્રમનો અભાવ હોય તેવી મહિલાઓમાં અને પુરુષોમાં ફર્ટીલિટી ઘટી જાય છે. 

ગર્ભાશયમાં ગાંઠ થવા પર મહિલાઓ નથી બની શકતી મા, જાણો તેના લક્ષણો અને ઈલાજ |  Know how fibroid cause infertility in a woman

તણાવ 
તણાવએ પ્રજનન ક્ષમતા માટે સૌથી મોટો દુશ્મન છે. તેના હોર્મોન્સ સંતુલન બાધિત થાય છે અને મહિલાઓમાં ઓવેલ્યુશન અને પુરુષોમાં સ્પર્મનું ઉત્પાદન ઘટી જાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ