બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 5 things not to keep at door maa lakshmi can get angry remove it soon

માન્યતા / સાવધાન! ઘરના દરવાજે આ 5 ચીજોનું હોવું મનાય છે અશુભ, માતા લક્ષ્મીજી થઇ જાય છે નારાજ

Manisha Jogi

Last Updated: 09:50 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે ખોટી દિશામાં રાખવામાં આવે તો પ્રગતિમાં અડચણ ઊભી કરે છે. કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર ના રાખવી જોઈએ.

  • કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર ના રાખવી જોઈએ
  • માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે
  • આ નિયમો અપનાવવાથી માઁ લક્ષ્મીનું ઘરમાં ફરી આગમન થાય છે

ઘરની અંદર અને બહાર રાખેલ વસ્તુઓ શુભ તથા અશુભ થવાનો સંકેત આપે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે ખોટી દિશામાં રાખવામાં આવે તો પ્રગતિમાં અડચણ ઊભી કરે છે. કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર ના રાખવી જોઈએ. આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે, જેના કારણે માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દોષ દૂર કરવા માટે કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. આ નિયમો અપનાવવાથી માઁ લક્ષ્મીનું ઘરમાં ફરી આગમન થાય છે. સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 

કચરો- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની બહાર કચરો ના મુકવો જોઈએ. પહેલેથી ત્યાં કચરો હોય તો હટાવી લેવો જોઈએ, નહીંતર ઘરના સભ્યો પર ખરાબ અસર થાય છે. દરવાજા પાસે સ્વચ્છતા રાખવામાં આવે તો સકારાત્મક અસર થાય છે. 

ચંપલ- ઘરની બહાર ચંપલ રાખવા તે અશુભ માનવામાં આવે છે. મુખ્ય દરવાજેથી માઁ લક્ષ્મીનું આગમન થાય છે, આ કારણોસર દરવાજા પાસે ચંપલ રાખવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેથી ઘરના મુખ્ય દરવાજા પાસે ચંપલ ના રાખવા અને સ્વચ્છતા જાળવવી. 

સાવરણી- વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને પગે લાગવામાં આવે છે. માનવામાં આવે છે કે, સાવરણીને પગ લાગી જાય તો માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર ઘરની બહાર સાવરણી ના રાખવી જોઈએ, કારણ કે તેથી સાવરણીને પગ લાગવાની સંભાવના રહે છે. 

વીજળીના તાર-  વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર વીજળીનો થાંભલો હોવો તે અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ઘરની બહાર વીજળીનો થાંભલો હોય તો મહિલાઓ પર ખરાબ અસર થાય છે, ઉપરાંત ઘરની પ્રગતિ નથી. 

મની પ્લાંટ- મની પ્લાંટને શુભ માનવામાં આવે છે, પરંતુ ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવો તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે અને સુખ સમૃદ્ધિનો નાશ થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ