બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 5 lakh crore of investors lost after 950 points crash in Sensex, see which stocks were washed away

માર્કેટ કડડભૂસ / શેરબજારમાં હાહાકાર : સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો થતાં રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, જુઓ કયા શેર ધોવાયા

Priyakant

Last Updated: 04:49 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market News News: 2011 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એજન્સીએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રેટિંગમાં ઘટાડો કર્યો

બજાર કડડભૂસ/ શેરબજારમાં હાહાકાર : સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, તો નિફ્ટી પણ 300 અંકે તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા"

 

  • શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા
  • સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો
  • ફિચે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો 

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિચે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો છે. 2011 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એજન્સીએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રેટિંગમાં ઘટાડો કર્યો છે. બુધવારે વિશ્વભરના શેરબજારોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. સ્થાનિક શેરબજારો પણ નુકસાન સાથે ખુલ્યા હતા. જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેમાં વધુ ઘટાડો થયો.

BSEનો 30 શેરવાળો સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટ ઘટીને 66,500ની નીચે ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE નિફ્ટી) પણ 19,500ની નીચે આવી ગયો હતો.  બપોરે 2.15 વાગ્યે સેન્સેક્સ 970.25 પોઈન્ટ્સ અથવા 1.46 ટકાના ઘટાડા સાથે 65,489.06 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 303.60 પોઈન્ટ અથવા 1.54 ટકા ઘટીને 19,429.95 પર હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સૌથી મોટો ઘટાડો બેન્કિંગ અને મેટલ શેરોમાં આવ્યો
આ તરફ તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સૌથી મોટો ઘટાડો બેન્કિંગ અને મેટલ શેરોમાં આવ્યો છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, હીરો મોટો, આઈશર મોટર્સ અને કોલ ઈન્ડિયાના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ અને HDFC બેન્કના શેરમાં પણ લગભગ 1.5 ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સના 30માંથી 27 શેરો ઘટાડા પર છે. 

એશિયાના અન્ય બજારોમાં સાઉથ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઘટ્યા હતા. મંગળવારે યુએસ બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા છે. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.85 ટકા વધીને 85.63 ડોલર પ્રતિ બેરલ પર હતું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ મંગળવારે નેટ રૂ. 92.85 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

શા માટે ઘટાડો ? 
મંગળવારે US શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક 0.43 ટકા અને ડાઉ જોન્સ 0.33 ટકા ઘટ્યા છે. US રેટિંગ ડાઉનગ્રેડના સમાચાર પર એશિયન બજારોમાં ઘટાડો થયો હતો. જાપાનનો નિક્કી અને ચીનનો હેંગસેંગ બે ટકા તૂટ્યો હતો. નિફ્ટી જુલાઈમાં સતત પાંચમા મહિને હકારાત્મક નોંધ પર રહ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં બજાર 13 ટકાથી વધુ વધ્યું છે. આથી કેટલાક રોકાણકારો પ્રોફિટ બુકિંગમાં રોકાયેલા છે. તેના કારણે પણ બજારમાં ઘટાડો થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ