બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / 5 foods you should avoid in summer season for healthy lifestyle

Summer Tips / કાળઝાળ ગરમીમાં શરીરને રાખવા ઇચ્છો છો હાઇડ્રેટ! તો દૂર રહો આ 5 વસ્તુઓથી

Bijal Vyas

Last Updated: 12:11 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે તમારે ખાન-પાન પર ખાસ ધ્યાન આપવુ જોઇએ. આ વસ્તુનું ગરમીની સિઝનમાં સેવન ના કરવુ જોઇએ.

  • ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે તમારે ડાયેટનું ધ્યાન રાખવુ
  • કેફીનયુક્ત પીણા ગરમીમાં પીવાના ટાળવા જોઇએ
  • ગરમીમાં વધારે પડતા મસાલેદાર ખોરાક ખાવાનુ ટાળવુ

Summer Tips: ઊનાળાની સિઝનમાં ગરમીથી રાહત મેળવવા માટે આપણે અનેક વસ્તુઓનું સેવન કરીએ છીએ જે આપણા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે, પરંતુ ઘણી વસ્તુ એવી છે જેના સેવનથી આપણા શરીરને હાઇડ્રેટ રહેવા દેતુ નથી. જેના વિશે આપણને ખબર પણ નથી. તેથી ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે તમારે ખાન-પાન પર ખાસ ધ્યાન આપવુ જોઇએ. આજે તમને એવા પાંચ ખાદ્ય પદાર્થ વિશે જણાવીએ કે જેનુ ગરમીની સિઝનમાં સેવન કરવાનું ટાળવુ જોઇએ. 

1. કોફી કે ચાઃ 
કોફી કે ચા જેવા કેફીનયુક્ત પીણા પીવાથી શરીરમાંથી વધારે પરસેવો થાય છે, અને જેનાથી શરીર ડિહાઇડ્રેટ થઇ જાય છે. આ ઉપરાંત કેફીન કિડનીમાં બ્લડ પ્રવાહને વધારે છે. જેનાથી વારંવાર પેશાબ આવે છે. 

ચા અને કોફીની વિશેષતા - Abtak Media

2. મસાલા
ઉનાળામાં શરીરમાં પણ ગરમી વધી જાય છે. તેથી ગરમીમાં વધારે પડતા મસાલેદાર ખોરાક ખાવાનુ ટાળવુ જોઇએ. વધારે પડતુ ચટાકેદાર ભોજન કરવાથી શરીરમાં વધારે પરસેવો થાય છે. તેનાથી લૂ લાગવાનો ભય પણ વધારે રહે છે. 

3. મીઠાઇ
ગરમીની સિઝનમાં વધારે માત્રામાં મીઠાઇ ખાવાથી મેટાબોલિઝમ વધી શકે છે, જેનાથી અપચાની સમસ્યા થઇ શકે છે. 

4. પ્રોસેસ્ડ ફૂડ
ગરમીમાં પ્રોસેસ્ડ ફૂડ્સના સેવનથી શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે. તેનાથી ડિહાઇડ્રેશનનો ભય વધી જાય છે. 

એક જ તૅલનો તળવામાં વારંવારમાં ઉપયોગ કરતા હોવ તો કરી દો બંધ, થઈ શકે આ જીવલેણ  બીમારી | many time fried samosa and pakoda in same oil cause cancer

5. ફ્રાઇડ ફૂડ
તળેલા ખોરાકમાં મીઠાની માત્રા વધારે હોય છે, અને તેને પચવામાં પણ મુશ્કિલ  હોય છે. તે માટે તમારે ગરમીમાં ફ્રાઇડ ફૂડ્સ એટલે કે તળેલો ખોરાક ખાવાનું ટાળવુ જોઇએ. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ