બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 5 easy home remedies to drive away mosquitoes

ટિપ્સ / વરસાદમાં મચ્છરોના આતંક સામે રક્ષણ આપશે આ ઘરેલુ નુસખા, નહીં થાય ઊંઘવામાં પરેશાની

Bijal Vyas

Last Updated: 12:07 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની સિઝનમાં ઘરોમાં જીવજંતુઓ અને મચ્છરોનો આતંક વધી જાય છે. મચ્છરોના કારણે લોકોની ઊંઘ ઉડી જાય છે. લોકો રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી.

  • મચ્છર કરડવાથી મેલેરિયા જેવી અનેક બીમારીઓ થવાનું જોખમ
  • શરીર પર આ રસ લગાવવામાં આવે તો મચ્છર કરડતા નથી.
  • ફુદીનાની ગંધથી મચ્છર ભાગી જાય છે

Mosquitoes Home Remedies:વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોને આ સિઝન ખૂબ જ ગમે છે. ચોમાસાની સિઝન આવતાની સાથે જ ચારેબાજુ હરિયાળી છવાઈ જાય છે. આ વરસાદી સિઝનમાં ખેડૂતો માટે પણ સારા સમાચાર લઈને આવી છે. સારો વરસાદ પડે ત્યારે ડાંગર જેવા અનેક પાકોનું ઉત્પાદન થાય છે.

જો કે, વરસાદની સિઝનમાં લોકોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આ સિઝનમાં મચ્છરોનો ખતરો વધી જાય છે. ઘરની આજુબાજુ, ગટરોમાં દિવસભર મચ્છરો ગુંણગુણતા રહે છે. ઘણી વખત સ્થિતિ એવી બની જાય છે કે લોકોની ઊંઘ પણ હરામ થઈ જાય છે. આવો જાણીએ કે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કયા ઘરગથ્થુ ઉપાયો અપનાવવા જોઈએ.

Topic | VTV Gujarati

1. છાણનો ઉપયોગઃ મચ્છર કરડવાથી મેલેરિયા જેવી અનેક બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. તેનાથી છૂટકારો મેળવવા માટે, ગાયના સૂકા છાળને સળગાવો. તેમાં લીમડાના પાન અને કપૂર નાંખો. જ્યારે તેનો ધુમાડો નીકળવા લાગે ત્યારે તેને ઘરના ચારેય ખૂણામાં કરો. થોડા સમય પછી તેનો ધુમાડો ઘરમાં ફેલાઈ જાય છે, બધા દરવાજા અને બારીઓ બરાબર બંધ કરી દો. આ પછી તમને ઘરમાં કોઈ મચ્છર દેખાશે નહીં.

2. નીલગિરી અને લેમન ઓઈલ લગાવોઃ આજે પણ ગામડાઓમાં લોકો સૂતા પહેલા અનેક પ્રકારના તેલ લગાવે છે. આ કારણે મચ્છર ઓછા કરડે છે. એવું એક તેલ છે નીલગિરી અને લીંબુ તેલ. આ બંનેને મિક્સ કરીને શરીર પર લગાવવામાં આવે તો મચ્છર કરડતા નથી.

3. લસણનો રસ લગાવોઃ લસણની વાસથી મચ્છર ભાગી જાય છે. તેથી જ સૂતા પહેલા લસણને પીસી તેનો રસ કાઢીને શરીર પર લગાવો. આનાથી મચ્છર ભાગી જશે. તેમાંથી છુટકારો મળશે.

Topic | VTV Gujarati

4. ફુદીનાના અર્કનો ઉપયોગ કરો: ફુદીનાની ગંધથી મચ્છર ભાગી જાય છે. ફુદીનાના પાનનો અર્ક રૂમમાં છાંટો અથવા સૂતા પહેલા આ અર્ક શરીર પર લગાવો. આનાથી મચ્છર ભાગી જશે. રાત્રે તમે આરામથી સૂઈ જશો.

5. તુલસીના રસનો ઉપયોગઃ તુલસીમાં અનેક ઔષધીય ગુણો હાજર છે. જેટલુ તેનું આધ્યાત્મિક મહત્વ છે તેટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તુલસીના પાનને પીસીને શરીર પર લગાવવાથી મચ્છર ભાગી જાય છે. 

આ 5 ઘરેલું ઉપાય અપનાવીને તમે મચ્છરોને ભગાડી શકો છો. આ સિવાય તમે અન્ય વસ્તુઓ જેમ કે મચ્છર ભગાડનાર અગરબત્તી વગેરે બજારમાંથી લાવી શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ