બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / પ્રવાસ / 5 budget friendly places to visit in october in india

ટ્રાવેલિંગ ટિપ્સ / ઓક્ટોબરમાં કરી રહ્યાં છો ફરવાનો પ્લાનિંગ? તો તુરંત બુક કરાવી દો આ 5 બેસ્ટ પ્લેસિસ, એ પણ ઓછાબજેટમાં

Bijal Vyas

Last Updated: 07:51 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઓક્ટોબરમાં ટૂંકી મુસાફરીનો વિરામ લેવા માંગતા હોય, તો આવો જાણીએ એવા 5 પર્યટન સ્થળો વિશે, જ્યાં તમે ખૂબ જ ઓછા ખર્ચે મુસાફરીનો આનંદ માણી શકો છો.

  • આ 5 પર્યટન સ્થળોએ ખૂબ જ ઓછા ખર્ચે મુસાફરીનો આનંદ માણી શકો છો
  • ચિત્તોડગઢ એક જૂનું શહેર છે જ્યાં કિલ્લો જોવાલાયક છે
  • સાતપુરાની રાણીનું આ પચમઢી સ્થળ એક સુંદર હિલ સ્ટેશન છે

Budget-Friendly Places To Visit In India: ઓક્ટોબર મહિનો એટલે શિયાળાનું આગમન. જી હા, ઓક્ટોબર મહિનો પ્રવાસ માટે શ્રેષ્ઠ મહિનો કહી શકાય. આ ઋતુમાં ન તો વરસાદની ચિંતા હોય છે અને ન તો પરસેવાની અને થાકની સમસ્યા. આવી સ્થિતિમાં, જો તમે ઓક્ટોબરમાં ટૂંકી મુસાફરીનો વિરામ લેવા માંગતા હોય, તો આવો જાણીએ એવા 5 પર્યટન સ્થળો વિશે, જ્યાં તમે ખૂબ જ ઓછા ખર્ચે મુસાફરીનો આનંદ માણી શકો છો. આ જગ્યાઓ સુંદર છે અને અહીંનું હવામાન પણ ઓક્ટોબરમાં એકદમ ખુશનુમા બની જાય છે. 

ઓક્ટોબરમાં ફરવા માટેની લો બજેટ જગ્યા
મેક્લોડગંજ

હિમાચલ પ્રદેશનું મેક્લોડગંજ ઓક્ટોબરમાં ફરવા માટે યોગ્ય સ્થળ છે. વાંકાચૂંકા પહાડી રસ્તાઓ અને ઊંચા પાઈન વૃક્ષો એક અલગ જ રોમાંચ પેદા કરે છે. અહીંના તિબેટીયન વાતાવરણમાં તમે એકદમ તાજગી અનુભવશો. દલાઈ લામાનું નિવાસસ્થાન પણ અહીં છે અને તમે નજીકમાં ઘણી રેસ્ટોરાં, શોપિંગ એરિયા, પેરાગ્લાઈડિંગ વગેરેનો આનંદ પણ લઈ શકો છો. જો તમે મેક્લોડગંજ જાઓ છો, તો નમગ્યાલ મઠ, ભાગસુ ધોધ, ત્સુગ્લાગખાંગ, ત્રિઉંડ, ધર્મશાલા અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ જેવા સ્થળોની અવશ્ય મુલાકાત લો.

Topic | VTV Gujarati

ચિતોડગઢ
ચિત્તોડગઢ એક જૂનું શહેર છે જ્યાં કિલ્લો જોવાલાયક છે. આ કિલ્લો લગભગ 700 એકરમાં ફેલાયેલો છે, જેનો ઈતિહાસ મધ્યકાલીન યુગની લોહિયાળ લડાઈઓનો પણ સાક્ષી રહ્યો છે. આ કિલ્લો હિંમત અને બલિદાનનું પ્રતિક છે. ઉલ્લેખનીય છે કે, આ સ્થાન શ્રી કૃષ્ણની ભક્ત મીરાબાઈ અને રાણી પદ્માવતી સાથે પણ જોડાયેલું છે. તમે ઓક્ટોબર મહિનામાં અહીં મુલાકાત લેવા પણ આવી શકો છો.

ઉદયપુર
ઉદયપુર એટલે તળાવોનું શહેર. આ શહેર ભારતના સૌથી રોમેન્ટિક સ્થળોમાંનું એક છે. અહીંની પ્રાચીન સંરક્ષિત હવેલીઓ, મહેલો, ઘાટ અને મંદિરોને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. તમે સિટી પેલેસ, મહારાણા પ્રતાપ મેમોરિયલ, જગ મંદિર, ફતેહ સાગર તળાવ અને પિચોલા તળાવ વગેરેની મુલાકાત લઈ શકો છો. ઓક્ટોબર મહિનામાં અહીંયા ફરવાની મજા અલગ જ હોય ​​છે. ઠંડો પવન મુસાફરીની મજા અનેકગણો વધારી દે છે. અહીં રહેવા, ફરવા અને ખાવા માટે ઘણા બધા વિકલ્પો છે અને તમે ઓછા બજેટમાં આ જગ્યાને સરળતાથી માણી શકો છો.

Topic | VTV Gujarati

પંચમઢી
સાતપુરાની રાણીનું આ પચમઢી સ્થળ એક સુંદર હિલ સ્ટેશન છે. આ નાનકડી જગ્યામાં તમારા માટે મુલાકાત લેવા માટે ઘણા વિકલ્પો છે. તમે આનંદથી અહીં એક અઠવાડિયા સુધી રહી શકો છો અને હરિયાળીનો આનંદ માણી શકો છો. ઓક્ટોબર મહિનામાં દૂર-દૂર સુધી ફેલાયેલી જંગલોની હરિયાળી ખૂબ જ રોમાંચક લાગે છે. તમે જટાશંકર ગુફાઓ, બી ફોલ, અપ્સરા વિહાર, હાંડી ખોહ જેવા સ્થળોની આસપાસ ફરવા જઈ શકો છો.

મસૂરી
મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર છે. અહીં તમે મસૂરી લેક, કેમ્પ્ટી ફોલ્સ, દેવ ભૂમિ વેક્સ મ્યુઝિયમ, ધનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઈસ્ટ ચર્ચ, ભટ્ટા ફોલ્સ, મોસી ફોલ્સ, ગન હિલ, લાલ ટિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત નેચર રિઝર્વ વગેરે સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં તમને 1200-1500 રૂપિયામાં રૂમ મળી શકે છે અને જો તમે અગાઉથી બુકિંગ કરો છો, તો ક્યારેક તમને આ કિંમતના રૂમ પણ મળી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ