બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 4200 grade pay 25 june circular cancel by gujarat government
ADVERTISEMENT
VTVના પ્રયાસથી શિક્ષકોને રાહત મળી છે. ગ્રેડ પે પર સરકારે મોટો નિર્ણય લીધો છે જેનો સીધો ફાયદો 65 હજાર શિક્ષકોને થશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, CM રૂપાણી સાથે ચર્ચા કરીને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યના 65000 શિક્ષકો ને આ નિર્ણય થી ફાયદો થશે
ADVERTISEMENT
ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, 2010 પછી ના શિક્ષકો ને આ નિર્ણય થી ફાયદો થશે. શિક્ષકો ને વિવાદાસ્પદ પરિપત્ર થી 8000 થી વધુ નું નુકશાન થાય રહ્યું હતું. સરકારે 25/6/19 નો પત્ર સરકારે રદ કર્યા છે. હવે એકપણ શિક્ષક ને આર્થિક નુકશાન નહીં થાય આગામી સમયે હવે નીતિવિષયક પત્ર કરવામાં આવશે. આગામી બે મહિનામાં શિક્ષકો ને લાભ મળતો શરૂ થશે. 4200 ગ્રેડ પે લેવા હકદાર તમામ શિક્ષકો ને લાભ મળશે.
શિક્ષકના પે ગ્રેડનો વિવાદ શું છે
ADVERTISEMENT
2019 રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો. પરિપત્રમાં 4200નો પે ગ્રેડ ઘટાડવામાં આવ્યો હતો. 4200ના પે ગ્રેડને ઘટાડીને 2800 કરાયો હતો. પે ગ્રેડમાં પ્રમોશન અને આર્થિક આવકને નુકશાન હતું. હવે નવા ગ્રેડથી શિક્ષકોનું ફરી જુના ગ્રેડ મુજબ મળશે.
રાજ્યમાં વર્ષ 2020-21ના અભ્યાસ ક્રમને લઈને મહત્વનો નિર્ણય
ADVERTISEMENT
શિક્ષણમંત્રી વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કહેરને ધ્યાને રાખીને સરકાર દ્વારા ચાલુ વર્ષ 2020-21નો અભ્યાસક્રમ ઘટાડાયો છે. આ મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી છે કે, કોરોનાના કહેરને લઈને આ વર્ષે અભ્યાસક્રમ ઓછો હશે. જે આગળના ધોરણમાં કામ આવે તેવો જ અભ્યાસક્રમ રાખશે. કયા ચેપ્ટર હટાવવા તે અંગે શિક્ષણવિભાગ દ્વારા નિર્ણય લેવાશે.. ઉપલા ધોરણમાં કામ આવે તેવા જ ચેપ્ટર રાખવામાં આવશે. સરકાર દ્વારા અભ્યાસક્રમને લઈને કોઈ ઉતાવળ નહી કરવામાં આવે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.