બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 indians died due to cold on america canada border

કરુણાંતિકા / અમેરિકા-કેનેડા બોર્ડર પર -35 ડિગ્રી ઠંડીમાં થીજી જતા મહેસાણાના 2 સંતાનો સહિત પતિ-પત્નીનું મોત

ParthB

Last Updated: 12:22 PM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ભારે બરફવર્ષાને કારણે લોકોને મુશ્કેલઓનો સામનો કરવો પડ઼્યો છે.આ દરમિયાન કેનેડા-યુએસ બોર્ડર પર 4 ભારતીયનાં મોત થયા છે. જે મૂળ મહેસાણાના હોવાનું સામે આવ્યું

  • કેનેડા-યુએસ બોર્ડર પર 4 લોકોના મૃત્યુ
  • માઇનસ 35 ડિગ્રીમાં થીજી જતા મૃત્યુ
  • મૃતકો મૂળ મહેસાણાના હોવાનું આવ્યું સામે

મૃતકો મૂળ મહેસાણાના હોવાનું આવ્યું સામે

કેનેડા-યુએસ બોર્ડર પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી ચાર લોકો થીજી જતા મોત નીપજ્યું છે. આ ઘટનાની વિદેશમંત્રી એસ.જયશંકરે પણ નોંધી લીધી છે. આ દરમિયાન આ ચારેય મૃતકો મૂળ મહેસાણાના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા.જેમાં પતિ ઓળખ તેજસ પટેલ અને પત્નીની ઓળખ અલ્કા પટેલ તરીકે કરાઈ છે. એક 12 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા. મૃતદેહ મળ્યા ત્યારે તાપમાન માઇનસ 35 ડિગ્રી હતું.ઠંડીમાં ઠુંઠવાઇ જતા મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.ચારેય મૃતદેહ બોર્ડરથી 9 થી 12 મીટરના અંતરે મળ્યા હતા.

માઇનસ 35 ડિગ્રીમાં થીજી જતા મૃત્યુ

અમેરિકા-કેનેડાની બોર્ડર પર ચાર ભારતીય નાગરિકનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ ગુરુવારે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યા હતા, જેમાં બે શબ વયસ્કોના,એક કિશોર અને એક બાળક છે, જ્યારે શબ બરામદ થયા ત્યારે ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.

ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યા

કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. એને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ