બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 4 daughter lost their father in Uttrakhand glacier tregedy sonu sood will adopt them
ADVERTISEMENT
પિતા ટનલમાં કામ કરી રહ્યો હતો
જાણવા મળી રહ્યું છે કે, ચમોલી હાદસામાં ટીહરી જિલ્લાનાં આલમ સિંહ પુંડીરનું નિધન થયું હતું. જે સમયે આ ત્રાસદી આવી ત્યારે આલમ એક ટનલમાં કામ કરી રહ્યો હતો. તેનાં નિધનથી પૂરો પરિવાર બેબસ અને નિસહાય બની ગયો છે. પણ મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય સંકટ ભલે ગમે તેટલુ મોટુ કેમ ના હોય પણ એક્ટર સોનૂ સુદ લોકોને તેની આશાઓ બરકરાર રાખવાનો પ્રયાસ કરે છે.
ADVERTISEMENT
यह परिवार अब हमारा है भाई । https://t.co/PIumFwdCDJ
— sonu sood (@SonuSood) February 19, 2021
ADVERTISEMENT
દિકરીઓને દત્તક લેવા માંગે છે સોનુ
ADVERTISEMENT
કોરોના કાળમાં મદદ કરીને ઘણાં લોકોનાં જીવન સુધારનાર સોનૂ ચમોલી ઘટનામાં પણ એક સક્રિય ભૂમિક નિભાવવા જઈ રહ્યો છે. એક્ટરે એક મોટું કામ કરતા ચાર દિકરીઓને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ ચારેય દિકરીઓનાં પિતા આલમ સિંહ પુંડીરની આ ઘટના દરમિયાન મોત થયુ હતું જે એક ટનલમાં કામ કરી રહ્યો હતો. આ ચારેય દિકરીઓ પિતાના મુત્યુથી ઉંડા શોકમાં પ્રસરી ગઈ છે. હવે સોનુ સુદ તરફથી આ દિકરીઓને નવુ ભવિષ્ય આપવાની તૈયાર બતાવવામાં આવી છે. એક્ટરની ટીમે જણાવ્યું કે સોનુ આ પરિવારની ચારેય દિકરીઓને દત્તક લેવા માંગે છે અને તેમના ભણતરથી માંડી લગ્ન સુધીનો બધો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે.
દેરેક સંભવ મદદ કરવી જોઈએ
ADVERTISEMENT
આ અંગે સોનુ સુદે કહ્યું કે, આ દરેક નાગરિકની જવાબદારી છે કે આ મુશ્કેલ સમયમાં આગળ વધીને મદદનો હાથ લંબાવે. જે પણ લોકોને આ ઘટનાને લીધે નુક્સાન વેઠવુ પડ્યું છે તેમના માટે સંભવ મદદ કરવી જોઈએ. સોનુ દ્વારા કરવામાં આવનાર આ કામ માટે તેના વખાણ કરવામાં આવી રહ્યાં છે.
ADVERTISEMENT
બિહાર અને આસામમાં પણ મદદે આવ્યો હતો સોનુ
ઉલ્લેખનીય છે કે, એક્ટર સોનુ સુદ દ્વારા મોટા પ્રમાણમાં મદદ કરવાની બાબત આ પહેલી વખત નથી થઈ રહી. ગત વર્ષે જ્યારે બિહાર અને આસામમાં પણ પૂરનું પ્રકોપ જોવા મળ્યું હતું ત્યારે પણ સોનુની ટીમ મદદે પહોંચી હતી. કોઈને ભણવા માટે બુક્સ આપવામાં આવી તો કોઈને નવુ ઘર બનાવી આપવામાં આવ્યું. ફક્ત એટલુ જ નહીં એક્ટરે પ્રભાવિત રાજ્યોમાં નોકરી આપવાની નવિનત કામગીરી પણ શરુ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.