બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 3 Reasons Inflation not under control, RBI Governor Das

આર્થિક / 3 કારણોને લીધે મોંઘવારી કાબૂમાં નથી આવતી, RBI ગર્વનર દાસ 'છૂટી પડ્યાં'

Hiralal

Last Updated: 04:55 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીડરશીપ સમિટમાં બોલતા આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે મોંઘવારીને લઈને કેટલીક મહત્વની બાબતો દર્શાવી છે.

  • લીડરશીપ સમિટમાં બોલ્યાં આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસ  
  • દાસે મોંઘવારી માટે 3 કારણો જવાબદાર ગણાવ્યાં
  • કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, અને બજારની અનિશ્ચિતતા

 હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2022માં કેન્દ્રીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારી વધવાના કારણોનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે રૂપિયા, ડિજિટલ કરન્સી, વિદેશી મુદ્રા ભંડાર સહિત અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.

ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તર કરતાં ઝડપથી વિકસી રહ્યું છે
શક્તિકાંત દાસે કહ્યું કે, દુનિયાભરની અર્થવ્યવસ્થા તણાવના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે આ સ્થિતિ માટે મુખ્યત્વે 3 કારણોને જવાબદાર ગણાવ્યા છે. શક્તિકાંત દાસે કહ્યું કે, કોવિડ મહામારી, યુક્રેન-રશિયા યુદ્ધ અને નાણાકીય બજારને કારણે ઊભી થયેલી કટોકટીને કારણે ભારત સહિત દુનિયાની અર્થવ્યવસ્થા તણાવમાં છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે હાલ દેશના જીડીપી ગ્રોથના આંકડા સાચા છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તર કરતાં ઝડપથી વિકસી રહ્યું છે. ફુગાવાના આંકડા પણ હવે ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યા છે.

ઓક્ટોબરના ફુગાવાના આંકડા રાહતરૂપ બનશે
તેમણે આશા વ્યક્ત કરી હતી કે સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરના ફુગાવાના આંકડા રાહતરૂપ બનશે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો 7 ટકાથી નીચે રહેવાની સંભાવના છે. સતત ત્રણ ત્રિમાસિક ગાળા માટે ફુગાવો 6 ટકાથી ઉપર હોય તો તે નાણાકીય નીતિની નિષ્ફળતા છે.

સમય સાથે સમાયોજિત થવાની જરુર 
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, દુનિયા બદલાઈ રહી છે, બિઝનેસ કરવાની રીત બદલાઈ રહી છે. તમારે સમય સાથે સમાયોજિત થવું પડશે. કાગળની નોટ છાપવામાં, છાપવાનો ખર્ચ, કાગળ ખરીદવા, લોજિસ્ટિક્સ, સ્ટોરેજ વગેરેમાં ખર્ચ વધારે છે. આગળ જતાં ડિજિટલ કરન્સી ઓછી મોંઘી થશે. આ સરહદ પારના વ્યવહારો અને સરહદ પારની ચુકવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ