બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 Muslim youths attempted suicide in Porbandar after being harassed over national anthem

ખળભળાટ / રાષ્ટ્રગાન, ધ્વજવંદનની વાત કરી તો મૌલાનાએ કહ્યું આને પોરબંદરમાં રહેવા નહીં દઈએ: ત્રણ મુસ્લિમ યુવકોએ ઝેરી દવા ગટગટાવી

Malay

Last Updated: 12:28 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Porbandar News: પોરબંદરમાં રાષ્ટ્રગાન બાબતે હેરાન કરાતા 3 મુસ્લિમ યુવકોનો આપઘાતનો પ્રયાસ, મૌલાના સહિત અન્ય શખ્સો ધમકી આપતા હોવાનો યુવકોનો આક્ષેપ.

  • 3 મુસ્લિમ યુવકોનો આપઘાતનો પ્રયાસ 
  • રાષ્ટ્રગાન ન ગાવા કરાતું હતું દબાણ 
  • મૌલાના સહિત અન્ય શખ્સો સામે આક્ષેપ 
  • પોરબંદર પોલીસે શરુ કરી તપાસ 

પોરબંદર ન્યૂઝ: પોરબંદરમાં 3 મુસ્લિમ યુવકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકોએ ઝેરી દવા પીતા પહેલાં વીડિયો બનાવીને મૌલાના સામે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકોનો આક્ષેપ છે કે રાષ્ટ્રગાન બાબતે તેમને મૌલાના વાસીફ રઝા સહિત કેટલાક શખ્સો ધમકી આપતા હતા. આ તમામ રાષ્ટ્રગીત ન ગાવા માટે દબાણ કરતા હતા. કીર્તિ મંદિર પોલીસે વાયરલ થયેલી વીડિયો ક્લિપની તપાસ શરુ કરી છે. તો મૌલવી વાસીફ રઝા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મૌલાના વાસીફ રઝાએ આને આખો સ્ટંટ ગણાવ્યો છે. 

ત્રણેય યુવકોએ દવા પીતા પહેલા બનાવ્યો વીડિયો
યુવકોએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બનાવવેલા વીડિયોમાં મૌલાના અને 7થી 8 જેટલા શખ્સો સામે ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં શકીલ કાદરી, સોહિલ ઈબ્રાહિમ પરમાર અને ઈમ્તિયાઝ સિપાઈ નામના ત્રણ યુવકોએ જણાવ્યું કે 'આજે અમે ત્રણેય ઝેરી દવા પીવી છીએ. અમને મુસ્લિમ કોમમાં બદનામ કરવામાં આવી રહ્યા છે. અમને સાત-આઠ લોકો હેરાન કરી રહ્યા છે. અમારા પર ખોટી ફરિયાદો કરાવે છે. અમે કોઈ ગુનો નથી કર્યો છતાં અમને ખોટી રીતે હેરાન કરે છે. તેથી અમે દવા પીને આપઘાત કરીએ છીએ.' આ આટલું કહ્યા પછી આ ત્રણેય યુવકો ઝેરી દવા પીવે છે. 

મૌલાનાની ઓડિયો ક્લિપમાં અપાઈ હતી સૂચનાઃ શકીલ કાદરી
શકીલ કાદરી નામના યુવકે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'થોડા દિવસ અગાઉ મારા મોબાઈલમાં મૌલાના વાસીફ રઝાની વોઈસ ક્લીપ આવી હતી. આ વોઈસ ક્લીપમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રગાન બોલવાનું નહીં અને ધ્વજવંદન કરવાનું નહીં. એટલે વોઈસ ક્લીપ સાંભળીને મૌલાના પાસે ગયા. મોલાના વાસીફ રઝાને આ અંગે પૂછ્યું તો તેમણે અમને કહ્યું કે હા કોઈએ રાષ્ટ્રગીત ગાવાનું નહીં અને ધ્વજવંદન કરવાનું નહીં. જો તમે નહીં માનો તો અમને તમને કોમમાં બદનામ કરીશું.' 

શકીલ કાદરી

મૌલાનાના ત્રાસથી કંટાળી અમે દવા પીધીઃ શકીલ 
શકીલ કાદરીએ વધુમાં જણાવ્યું કે, 'ગયા શુક્રવારે મૌલાનાએ એવું નિવેદન આપ્યું કે આ ત્રણેયને આપડે પોરબંદરમાં રહેવા દેવાના નથી. તેની વોઈસ ક્લીપ પણ છે અને મૌલાનાએ અમારી સામે ખોટી ફરિયાદ કરી છે. આ મૌલાના સહિત કેટલાક લોકો એક સંસ્થા ચલાવે છે, જેમાં આતંકવાદી પ્રવૃતિઓ શીખવાડવામાં આવે છે. મૌલાનાના ત્રાસથી અમે ત્રણેયે દવા પીધી છે.' 

આ આખો સ્ટંટ છેઃ મૌલાના 
આ મામલે મૌલાનાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'આ તમામે મસ્જિદ ખાતે આવીને મારામારી કરી હતી, તમામનું એક ગ્રુપ છે, જે અમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આ તમામ સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ કરતા હતા. આ લોકોનો ત્રાસ અનહદ વધતા અમે શનિવારે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ડાયવર્ટ કરવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જેમાં આ તમામે દવા પીધી અને જે બાદ તેણે રાષ્ટ્રગીતને લઈને ષડયંત્ર બનાવ્યું. અમારી પાસે બધાજ પુરાવા છે અને આ તપાસનો વિષય છે. એટલે કે પોલીસ ખાતું તપાસ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.' 

 મૌલાના 

'શાંતિ ડહોળવાનો કરાયો છે પ્રયાસ'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'આ આખો સ્ટંટ છે, આ તમામે દવા પીધી એ સમય જોઈ લેજો અને પછી 108 એમ્બ્યુલન્સને ફોન કરાયો તેનો સમય જોજો. આ તમામે દવા પીતા પહેલા 108ને ફોન કર્યો હતો. આ આખો સ્ટંટ છે. શાંતિ ડહોળવાનો માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે.'

ત્રણેય યુવકો હાલ સારવાર હેઠળ
અત્રે ઉલ્લેખનીય છે કે લાઈવ વીડિયોમાં દવા પીધા બાદ ત્રણેય યુવકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ આ ત્રણેયની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ