બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 3 killed in an accident between two trucks on Dholera-Vataman highway

દુર્ઘટના / ગુજરાતમાં 24 કલાકમાં બીજો મોટો અકસ્માત: ધોલેરા-વટામણ હાઈવે પર ઘટી દુર્ઘટના, સામસામે બે ટ્રક અથડાતા 3નાં મોત

Vishal Khamar

Last Updated: 11:28 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ધોલેરા વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતદેહને પીએમ માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં રહેલ ત્રણ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ ધોલેરા પોલીસને થતા પોલીસ ઘટનાં સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા
પીંપળી ગામ પાસે બે ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકનું આગળનાં ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ પોલીસ તેમજ 108 ને જાણ કરી હતી. તેમજ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 

વધુ વાંચોઃ અમદાવાદીઓ માટે ગુડ ન્યુઝ: એરપોર્ટથી શરૂ કરાશે વધુ બે નવી ફ્લાઇટો, એક રાજકોટ હીરાસર, તો બીજી ક્યાં જશે?

ગત રોજ સર્જાયેલ અકસ્માતમાં 5 શ્રમિકોના મોત નિપજ્યા હતા
અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. કાર-ડમ્પર પાછળ અથડાતા 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. કારણ રાણપુર તરફ જઈ રહી હતી. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ