બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Flights connecting two more mega cities will be started from Ahmedabad airport
Vishal Khamar
Last Updated: 10:20 AM, 28 February 2024
હવાઈ મુસાફરીની ડીમાંડ વધી રહી છે. ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદ થી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં અમદાવાદ થી મુદ્રા એર ટેક્સી શરૂ કરાઇ હતી તે જ રીતે અમદાવાદ થી રાજકોટ હીરાસર માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ અમદાવાદ થી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. આ બને ફ્લાઇટ સેવા 31 માર્ચ થી શરૂ થશે. જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે.
ADVERTISEMENT
થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રા ફ્લાઈટ શરૂ કરવામાં આવી
થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રાની રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. તેમજ દિવાળી વેકેશન દરમ્યાન અમદાવાદથી દીવની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. બુધવાર સિવાય દરરોજન બપોરનાં 12:55 કલાકે અમદાવાદ એરપોર્ટથી 2:10 કલાકે દીવ પહોંચાડતી હતી. જ્યારે પરત દીવ એરપોર્ટથી સાંજ 5 કલાકે ઉડાન ભરી 6.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે હવે અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટનાં ડોમેસ્ટિક ટર્મિનલથી રાજકોટ હિરાસર એરપોર્ટ સુધીની ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ આખરે અમદાવાદનું નામ કેમ નથી બદલાઇ રહ્યું? ક્યારે કરાશે કર્ણાવતી? પાછળ રહેલું છે આ ચોંકાવનારું કારણ
ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે
અમદાવાદ એરપોર્ટથી રાજકોટનાં હિરાસર એરપોર્ટ સુધી 31 માર્ચ 2024 થી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે. બુધવારનાં રોજ આ ફ્લાઈટ ઉડાન ભરશે નહી. સપ્તાહનાં છ દિવસ દરમ્યા બપોરના 2: 35 કલાકે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે. તો બીજી તરફ રાજકોટથી અમદાવાદ આવવા માટે રાજકોટ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સની ATR ફ્લાઈટ બપોરે 3.50 કલાકે ઉડાન ભરી 4:50 અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT