બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / If Ahmedabad is renamed as Karnavati, the heritage status will be taken away
Vishal Khamar
Last Updated: 10:07 AM, 28 February 2024
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગત રોજ સાંજે પત્રકારો સાથે અનઔપચારીક વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યુ કે, અમે લોકોના વધુ સારી રીતે કામ કરી શકીએ તે માટે અમે સૌ કોઈના સૂચનોને આવકારીએ છીએ. જ્યાં પણ અમારી કોઈ ખામીઓ હોય તો અમને બતાવજો. રચનાત્મક ટીકાઓ હશે તો પણ અમે તેને સારી રીતે લઈશુ. વડાપ્રધાન મોદી જ્યારે જે કોઈ વચનો આપે છે તેને પૂર્ણ કરે છે. મોદીની ગેરેન્ટી પર નાગરીકોને પૂરતો ભરોસો છે. જેને કારણે જ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અત્યાર સુધીમાં ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં જેટલા પણ વચનો આપ્યા છે તેને ધીમેધીમે પૂર્ણ કરાઈ રહ્યાં છે.
ADVERTISEMENT
પશ્ચિમ રેલવે મથકને વડુ મથક બનાવવાની પણ વિચારણા
અમદાવાદમાં પશ્ચિમ રેલવે મથકને વડુમથક બનાવવામાં આવે તેની પણ વિચારણા ચાલી રહી છે. ભાજપ દ્રારા ઘણા વર્ષોથી ચૂંટણી સમયે વચન આપવામાં આવતા હોય છે કે, અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કરાશે. તો પછી અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કેમ નથી કરાતુ, નામ ક્યારે બદલાશે ? જેના જવાબમાં સી આર પાટિલે કહ્યુ કે, નામ બદલવામાં કોઈ જ વાંધો નથી પરંતુ એક ટેકનિકલ પ્રશ્ન આડો આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ લોકસભા માટે 450 જેટલા નામો પર CM આવાસ પર મંથન શરૂ, આ પ્રક્રિયામાંથી પાસ થશે તે નામો દિલ્હી મોકલાશે
આ સંદર્ભે સરકાર દ્વારા લોકોનો પ્રતિભાવ લેવાશે
અમદાવાદને હેરીટેજ શહેરનો દરજ્જો મળી ગયો છે. જો નામ બદલી દેવામાં આવશે તો હેરીટેજનો દરજ્જો પણ છીનવાઈ જશે. જેથી હવે લોકોએ નક્કી કરવાનુ છે કે, નામ બદલવુ છે કે, હેરીટેજનો દરજ્જો જાળવી રાખવો છે. નામ બદલવામાં અને નહી બદલવામાં કેટલાક ફાયદા અને નુકસાન છે. આમછત્તા આ સંદર્ભમાં સરકાર દ્રારા લોકોનો પ્રતિભાવ લેવાશે.ત્યાર બાદ તેનો નિર્ણય લેવાશે. લોકો તરફથી જે કંઈ સૂચનો આવશે તેમાંથી જેનો અમલ કરી શકાય એમ હોય તેવા કામો કરી દેવાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.