બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 24 june New Corona Cases Update from all city of Gujarat

મહામારી / ગુજરાતમાં કોરોના સંક્રમણ અંતના આરે, નવા કેસ માત્ર 129 તો છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત

vtvAdmin

Last Updated: 09:21 AM, 25 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 129 નવા કેસ નોંધાયા તો 2 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 507 દર્દીઓ સાજા થયાં

  • ગુજરાતમાં ઘટ્યું કોરોના સંક્રમણ
  • ગત 24 કલાકમાં કોરોનાના 129 નવા કેસ નોંધાયા 
  • આજે ગુજરાતમાં 507 દર્દીઓ સાજા 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 129 નવા કેસ નોંધાયા છે, તો 2 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે. 

છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,042 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 507 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,08,418 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 51 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 4427 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

અત્યાર સુધીમાં 2,39,02,371 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 2,39,02,371 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 4,44,656 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 26 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 16 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 8 કેસ, જ્યારે ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 10 કેસ અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....

સંકળાયેલા મુદ્દાઓ

gujarat coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ